GoAirની ઓફરઃટ્રેન કરતા સસ્તી હવાઈ મુસાફરી, માત્ર 1199 રૂપિયા

14 March, 2019 09:46 PM IST  | 

GoAirની ઓફરઃટ્રેન કરતા સસ્તી હવાઈ મુસાફરી, માત્ર 1199 રૂપિયા

ગો એરનું મોટું ડિસ્કાઉન્ટ

ગો એર પોતાના ગ્રાહકો માટે નવી ડિસ્કાઉન્ટ ઓફર લઈને આવ્યું છે. જેમાં ડોમેસ્ટિક ફ્લાઈટની ટિકિટ માત્ર 1,199 રૂપિયામાં મળી રહી છે. તો આંતરરાષ્ટ્રીય ફ્લાઈટની ટિકિટ 4,999 રૂપિયા થી શરૂ થઈ રહ્યા છે. ગો એરની ઓફિશિયલ વેબસાઈટ પર આ ડિસ્કાઉન્ટની તમામ માહિતી અપાઈ છે. જો તમારે પણ આ ઓફરનો લાભ લેવો છે તો 12 માર્ચથી 15 માર્ચ 2019ની વચ્ચે ટિકિટ બુક કરી શકો છો.

ગો એરનું આ સેલ 12 માર્ચથી 16 ઓક્ટોબર 2019 વચ્ચેની મુસાફરી માટે જ માન્ય છે. આ સેલ માં સૌથી સસ્તી ટિકિટ બેંગાલુર-નાગપુર રૂટ પર ફક્ત 1,199 રૂપિયા કિંમતમાં મળી રહી છે. જેની મુસાફરી 1 એપ્રિલથી 14 એપ્રિલ 2019 વચ્ચે માન્ય છે. બેંગાલુરુ-ગોવા રૂટની મુસાફરી 2,199 રૂપિયામાં 12 માર્ચથી 31 માર્ચ, 2019 વચ્ચે કરી શકાય છે.

આ પણ વાંચોઃ આ ગુજરાતી વેપારી 50,000 કરોડના શેરનું કરશે દાન, અત્યાર સુધી 1.45 લાખ કરોડનું દાન કર્યું છે

આંતરરાષ્ટ્રીય રૂટ પર ડિસ્કાઉન્ટ ફક્ત માલે અને ફુકેટની મુસાફરીની યાત્રા પર જ મળી રહ્યું છે. વેબસાઈટ પ્રમાણે બેંગ્લોર-માલે વચ્ચેની મુસાફરી 4,999 રૂપિયામાં થઈ શકે છે, જો કે આ મુસાફરી 12 ઓગસ્ટથી 31 ઓગસ્ટ વચ્ચે જ કરી શકાય છે. તો મુંબઈ-માલે વચ્ચેની ટિકિટ 7,299 રૂપિયામાં બુક કરી શકાય છે, જે મુસાફરી 8 જુલાઈથી 12 ઓગસ્ટ વચ્ચેજ માન્ય છે. મુંબઈ-ફૂકેટની મુસાફરી માટે ટિકિટની શરૂઆત 9,699 રૂપિયાથી થઈ રહી છે. જે મુસાફરી 8 જુલાઈથી 31 જુલાઈ વચ્ચે માન્ય છે.

news