વૈશ્વિક ઘઉંમાં ભયંકર મંદી જોવા મળી: ભાવ ૧૮ મહિનાના તળિયે પહોંચ્યા

11 March, 2023 12:51 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

યુક્રેન બ્લૅક સી ટર્મિનલ્સમાંથી નિકાસ કરવા માટે નિકાસ-કરારને મધ્ય માર્ચથી આગળ વધારવા માટે વાટાઘાટો ચાલુ છે

પ્રતીકાત્મક તસવીર

વૈશ્વિક ઘઉંના ભાવમાં મંદી આગળ વધી રહી છે અને ભાવ ૧૮ મહિનાનાં નીચલા સ્તરે પહોંચી ગયા હતા. ખાસ કરીને યુક્રેનમાંથી ઘઉંની નિકાસ કરવા માટે કાળા સમુદ્રમાંથી નિકાસ સૌદાની વધતી જતી અપેક્ષાએ પણ બજારો ઘટી રહી છે.

યુક્રેન બ્લૅક સી ટર્મિનલ્સમાંથી નિકાસ કરવા માટે નિકાસ-કરારને મધ્ય માર્ચથી આગળ વધારવા માટે વાટાઘાટો ચાલુ છે એમ હાઇટાવરે એક અહેવાલમાં જણાવ્યું હતું. એમાં ઉમેર્યું હતું કે ઘઉંના વેપારો વધારે થઈ ગયા છે અને એ સસ્તા થઈ રહ્યા છે.

ભારતીય ઘઉંના ઉત્પાદનનો અંદાજ ઘટાડાયો અમેરિકન કૃષિ સંસ્થાએ ચાલુ મહિનાના ઘઉંના ઉત્પાદનના અંદાજો જાહેર કર્યા હતા જે મુજબ ભારતમાં ઘઉંનું ઉત્પાદન ૧૦૪૦ લાખ ટન થવાનો અંદાજ છે જે ગયા વર્ષે દેશમાં ૧૦૯૬ લાખ ટનનું હતું.

અમેરિકાના ઘઉંના નીચા ઉત્પાદનના અંદાજોને લઈને ભારતીય બજારમાં ઘઉંના ભાવ હવે ઘટતા અટકે એવી સંભાવના નકારી શકાય એમ નથી.

business news