G20 સમૂહે ક્રિપ્ટો ઍસેટ્સના નિયમન માટેની માર્ગ રેખા સ્વીકારી

14 October, 2023 11:38 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ઇન્ડેક્સ ૩૩,૯૬૮ ખૂલ્યા બાદ ૩૪,૨૧૭ની ઉપલી અને ૩૩,૬૮૭ની નીચલી સપાટીએ પહોંચ્યો હતો

પ્રતીકાત્મક તસવીર

અમેરિકામાં સપ્ટેમ્બરનો કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ (ગ્રાહક ભાવાંક) ધારણા કરતાં સારો આવ્યો હોવા છતાં વૈશ્વિક ક્રિપ્ટોકરન્સી માર્કેટમાં કોઈ મોટો ફેરફાર આવ્યો નહોતો. ફ્લૅટ રહેલી માર્કેટમાં ૩.૦ વર્સે લૉન્ચ કરેલો વિશ્વનો સૌપ્રથમ ક્રિપ્ટો ઇન્ડેક્સ – આઇસી૧૫ શુક્રવારે બપોરે ચાર વાગ્યે પૂરા થયેલા ચોવીસ કલાકમાં ૦.૧૬ ટકા (૫૫ પૉઇન્ટ) સુધરીને ૩૪,૦૨૩ પૉઇન્ટ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ ૩૩,૯૬૮ ખૂલ્યા બાદ ૩૪,૨૧૭ની ઉપલી અને ૩૩,૬૮૭ની નીચલી સપાટીએ પહોંચ્યો હતો. ઇન્ડેક્સના મોટા ભાગના કૉઇનમાં સાધારણ વૃદ્ધિ થઈ હતી, જેમાં અવાલાંશ, લાઇટકૉઇન, પોલ્કાડૉટ અને બીએનબી સામેલ હતા. દરમ્યાન G20 રાષ્ટ્રસમૂહના નાણાપ્રધાનો અને કેન્દ્રીય બૅન્કોના ગવર્નરોએ ક્રિપ્ટોકરન્સી ઍસેટ્સ માટેની માર્ગરેખા અપનાવી છે. ઇન્ટરનૅશનલ મૉનિટરી ફન્ડ અને ફાઇનૅન્શિયલ સ્ટેબિલિટી બોર્ડે પોતાના સંશોધનપત્રમાં આ માર્ગરેખાની ભલામણ કરી હતી. એ મુજબ ​ક્રિપ્ટોકરન્સી પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવાને બદલે એનું સર્વાંગી નિયમન કરવાની અને એના પર નજર રાખવાની વાત કરવામાં આવી છે.

અન્ય એક અહેવાલ મુજબ ભારતીય રિઝર્વ બૅન્કે કૉલ મની માર્કેટમાં સેન્ટ્રલ બૅન્ક ડિજિટલ કરન્સી (સીબીડીસી)નો ઉપયોગ કરવાનો પ્રયોગ શરૂ કર્યો છે. એમાં નવ બૅન્કો સહભાગી થઈ છે. બીજી બાજુ, ચીન પણ સીબીડીસીને લગતાં આયોજનો અમલમાં મૂકી રહ્યું છે.

g20 summit business news crypto currency