દેશમાં ઈંધણનું વેચાણ એપ્રિલ મહિનામાં ચાર ટકા ઘટ્યું

12 May, 2022 03:15 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

કાચા માલની તંગીને પગલે પૅસેન્જર વાહનોનું વેચાણ એપ્રિલમાં ઘટ્યું

પ્રતીકાત્મક તસવીર

દેશમાં ઈંધણનો વપરાશ પાછલા મહિનાની સરખામણીએ એપ્રિલમાં ચાર ટકા ઘટ્યો છે તેમ મંગળવારે ડેટામાં બહાર આવ્યું છે. ઊંચા ભાવને કારણે વિશ્વના ત્રીજા નંબરના વપરાશકાર દેશ પર અસર પહોંચી છે. જોકે એપ્રિલ ૨૦૨૧ની તુલનાએ માગ ૧૨ ટકા વધી હતી.

ઑઇલ મંત્રાલયના પેટ્રોલિયમ પ્લાનિંગ અૅન્ડ એનલિસિસ સેલના ડેટા દર્શાવે છે કે ઈંધણનો વપરાશ, તેલની માગ કુલ ૧૮૬.૪ લાખ ટનની રહી છે, જે માર્ચમાં ૧૯૪.૧ લાખ ટનની હતી, જેની તુલનાએ મામૂલી ઓછી. માર્ચમાં ઈંધણનું વેચાણ ત્રણ વર્ષની ઊંચી સપાટીએ પહોંચ્યું હતું.

કાચા માલની તંગીને પગલે પૅસેન્જર વાહનોનું વેચાણ એપ્રિલમાં ઘટ્યું

ઑટોમોબાઇલ સેક્ટરને કાચા માલની ખેંચ હોવાને પગલે સ્થાનિક બજારમાં ફૅક્ટરીઓમાંથી ડીલરોને પૅસેન્જર વાહનો વેચાણ કરવામાં એપ્રિલ મહિનામાં ચાર ટકાનો ઘટાડો થયો છે તેમ ઉદ્યોગ સંસ્થા સોસાયટી ઑફ ઇન્ડિયન ઑટોમોબાઇલે મૅન્યુફૅક્ચર્સે જણાવ્યું હતું. દેશમાં એપ્રિલ મહિનામાં કૂલ ૨,૫૧,૫૮૧ નંગનું વેચાણ થયું હતું, જે ગત એપ્રિલ ૨૦૨૧માં ૨,૬૧,૬૩૩ નંગનું વેચાણ થયું હતું. પૅસેન્જર કારનું વેચાણ ગત મહિને ૧,૧૨,૮૫૭ નંગનું થયું હતું, જે ગત વર્ષે ૧,૪૧,૧૯૪ યુનિટનું થયું હતું. ટૂ-વ્હીલરનું વેચાણ ૧૫ ટકા વધીને ૧૧,૪૮,૬૯૬ એકમનું થયું છે, જે ગત વર્ષે ૯,૯૫,૧૧૫ યુનિટનું થયું હતું.

business news