ફોર્બ્સ: વિશ્વની શક્તિશાળી મહિલાઓની યાદીમાં ભારતના મહિલા નેતાને સ્થાન

13 December, 2019 06:56 PM IST  |  Mumbai

ફોર્બ્સ: વિશ્વની શક્તિશાળી મહિલાઓની યાદીમાં ભારતના મહિલા નેતાને સ્થાન

ભારતના નાણા પ્રધાન નિર્મલા સિતારમણ

ફોર્બ્સે આજે વિશ્વની 100 સૌથી શક્તિશાળી મહિલાઓની યાદી જાહેર કરી છે. આ યાદીમાં ભારતના નાણા પ્રધાન નિર્મલા સિતારમણનું નામ છે. તો આ સાથે HCL ના CEO અને ED રોશની નાદર મલ્હોત્રાનો અને બાયોકોનના સ્થાપક કિરણ મઝુમદારનો પણ સમાવેશ થાય છે. ફોર્બ્સે વર્ષ 2019માં સૌથી શક્તિશાળી મહિલાઓની યાદી જાહેર કરી તેમાં જર્મનીના ચાન્સલેસર એન્જેલા મર્કેલ સૌથી પ્રથમ સ્થાને છે. તો યુરોપિયન સેન્ટ્રલ બેન્કના પ્રમુખ ક્રિસ્ટીના લેગાર્ડ બીજા ક્રમે છે. જોકે ભારતના નિર્મલા સિતારમણ આ યાદીમાં 34માં ક્રમે છે.



નિર્મલા સીતારમણ પહેલીવાર આ યાદીમાં સ્થાન પામ્યા
તમને જણાવી દઇએ કે ભારતમાંથી ફોર્બ્સની આ યાદીમાં સૌથી શક્તિશાળી મહિલા યાદીમાં નિર્મલા સીતારમણને પ્રથમ વખત સ્થાન મળ્યું છે અને આ યાદીમાં તેઓ 34મું સ્થાન ધરાવે છે. તેઓ ભારતના સંરક્ષણ પ્રધાન તરીકેની જવાબદારી સંભાળી ચુક્યા છે. HCL કોર્પોરેશનના CEO રોશની નાદર મલ્હોત્રા આ યાદીમાં 54માં ક્રમે છે. 8.90 અબજ ડોલરનું મૂલ્ય ધરાવતી HCL ટેકનોલોજી કંપનીમાં તેઓ તમામ પ્રકારના વ્યૂહાત્મક નિર્ણયો લેવાની જવાબદારી ધરાવે છે.

મઝુમદાર શો આ યાદીમાં 65મું સ્થાન ધરાવે છે
ભારતની સૌથી મોટી બાયોફાર્માસ્યુકીટલ કંપનીના સ્થાપક મઝુમદાર-શોનું યાદીમાં 65મું સ્થાન છે. આ યાદીમાં અન્ય મહિલાઓની વાત કરીએ તો બિલ એન્ડ મેલિન્ડા ગેટ્સ ફાઉન્ડેશનના સહ-અધ્યક્ષ મેલિન્ડા ગેટ્સ છટ્ઠા ક્રમે, IBM ના CEO ગિની રોમેટ્ટી નવમાં ક્રમે, Facebook ના COO સેરીલ સેન્ડબર્ગ 18 માં ક્રમે, ન્યુઝીલેન્ડના વડા પ્રધાન જેસિન્ડા અરડેર્ન 38 માં ક્રમે, રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની પહેલી દિકરી અને સલાહકાર ઈવાન્કા ટ્રમ્પ 42 માં ક્રમે, ગાયક રિહાના 61 માં ક્રમે, અમેરિકાની ટેનિસ સ્ટાર સેરેના વિલિયમ્સ 81 માં ક્રમે છે. તો સૌથી આકર્ષવા જેવી વાત એ છે કે ટીનેજ યુવા બાળકી ક્લાઈમેટ એક્ટિવિસ્ટ ગ્રેટા થુનબર્ગ (100) સમાવેશ થાય છે.

business news nirmala sitharaman forbes