04 March, 2025 06:52 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ક્રિપ્ટોકરન્સીની પ્રતીકાત્મક ફાઈલ તસવીર
બાયબિટ ક્રિપ્ટોકરન્સી એક્સચેન્જમાંથી થયેલી ૧.૫ અબજ મૂલ્યની ક્રિપ્ટોકરન્સીની ચોરી પાછળ ઉત્તર કોરિયાનો હાથ હોવાનું અમેરિકાની તપાસ સંસ્થા-ફેડરલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (એફબીઆઇ)એ કહ્યું છે. આ તપાસનીશ સંસ્થાનું કહેવું છે કે સમય જતાં ક્રિપ્ટોકરન્સીનું રૂપાંતર ફિયાટ કરન્સીમાં કરવામાં આવવાની શક્યતા છે.
નોંધનીય છે કે ઉત્તર કોરિયામાં લાઝારુસ ગ્રુપ નામનું અદ્યતન સાઇબર ગુના કરનારું જૂથ કાર્યરત છે અને એણે જ અત્યાર સુધીની ડિજિટલ ઍસેટ્સની સૌથી મોટી ચોરી કરી છે.
દરમ્યાન, વૈશ્વિક ક્રિપ્ટોકરન્સી માર્કેટમાં ગુરુવારે સાધારણ સુધારો નોંધાયો હતો. માર્કેટ કૅપિટલાઇઝેશનમાં ૦.૦૪ ટકાનો વધારો થઈને આંક ૨.૮૫ ટ્રિલ્યન ડૉલર થયો હતો. બિટકૉઇનમાં ગુરુવારે સાંજે પૂરા થયેલા ચોવીસ કલાકના ગાળામાં ૦.૩૭ ટકાનો વધારો થયો હતો. ઇથેરિયમમાં ૧.૬૨ ટકા ઘટાડો નોંધાયો હતો. એક્સઆરપીમાં ૦.૩૯ ટકા, ડોઝકૉઇનમાં ૩.૦૯ ટકા અને સોલાનામાં ૩.૧૨ ટકા વૃદ્ધિ થઈ હતી.