આફ્રિકા-બંગલાદેશની ધીમી માગથી ચોખાના નિકાસભાવ ઘટ્યા

04 March, 2023 01:29 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ચોખાના ભાવ એક જ સપ્તાહમાં ૭થી ૮ ડૉલર ઘટ્યા

આફ્રિકા-બંગલાદેશની ધીમી માગથી ચોખાના નિકાસભાવ ઘટ્યા

ભારતીય ચોખાના નિકાસભાવમાં ઘટાડો થયો હતો. ખાસ કરીને આ સપ્તાહે આફ્રિકાના બાયરોની માગમાં ઘટાડો અને બંગલાદેશ દ્વારા પણ ખરીદી ઘટી હોવાથી ચોખાના ભાવમાં ઘટાડો થયો હતો.

ભારતીય પાંચ ટકા બ્રોકન પારબૉઇલ્ડ ચોખાના ભાવ ઘટીને ૩૯૦થી ૩૯૫ ડૉલર પ્રતિ ટન હતા જે એક સપ્તાહ પહેલાં ૩૯૭થી ૪૦૪ ડૉલર પ્રતિ ટન હતા, જે બે વર્ષના સૌથી ઊંચા ભાવ હતા. રૂપિયો પણ ઘસાયો હોવાથી એની અસર પણ નિકાસ ઉપર જોવા મળી હતી.

ગ્લોબલ ટ્રેડહાઉસ સાથેના મુંબઈ સ્થિત વેપારીએ જણાવ્યું હતું કે તાજેતરમાં ચોખાના ભાવમાં તેજીને કારણે આફ્રિકન દેશો પાસેથી ખરીદી થોડી ધીમી પડી છે. બીજી તરફ ભારત સરકાર પણ ચોખાની નિકાસ ઉપરની ૨૦ ટકાની ડ્યુટી કે નિયંત્રણો હટાવવાની તરફેણમાં નથી, જેની અસર પણ નિકાસભાવ ઉપર જોવા મળી શકે છે.

બીજી તરફ બંગલાદેશમાં સારા પાકની આશા અને સ્ટૉક પૂરતો હોવા છતાં ભાવ વધ્યા હોવાથી સરકારે વચેટિયા-સંગ્રહાખોરો ઉપર પગલાં લેવાની જાહેરાત કરી છે અને એને પગલે સ્ટૉક બજારમાં આવશે તો ત્યાંના ભાવ નીચા આવશે, જેને પગલે બંગલાદેશ પણ ભારતથી ઊંચા ભાવથી ખરીદી અટકાવે એવી ધારણા છે. બંગલાદેશની સરકારે સામેલ લોકો સામે કાનૂની કાર્યવાહીની પણ કડક ચેતવણી આપી છે.

business news mumbai