22 June, 2024 07:45 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
જર્મન સરકારે બિટકૉઇનનું કરેલું વેચાણ, અમેરિકન ડૉલરના ભાવમાં થઈ રહેલો વધારો અને બિટકૉઇનના ઈટીએફમાંથી થયેલો ઉપાડ એ પરિબળોને પગલે વૈશ્વિક ક્રિપ્ટોકરન્સી માર્કેટમાં શુક્રવારે વધારો થયો હતો. ૩.૦ વર્સે લૉન્ચ કરેલો વિશ્વનો સૌપ્રથમ ક્રિપ્ટો ઇન્ડેક્સ–આઇસી૧૫ બપોરે ચાર વાગ્યે પૂરા થયેલા ચોવીસ કલાકમાં ૨.૫૮ ટકા (૨,૧૪૮ પૉઇન્ટ) ઘટીને ૮૧,૨૦૮ પૉઇન્ટ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ ૮૩,૩૫૬ ખૂલીને ૮૪,૩૧૮ની ઉપલી અને ૮૦,૪૩૮ પૉઇન્ટની નીચલી સપાટીએ ગયો હતો. ટ્રોન સિવાયના ઇન્ડેક્સના તમામ કૉઇન ઘટ્યા હતા. સોલાના, પોલકાડૉટ, શિબા ઇનુ અને બીએનબી ૩-૪ ટકાની રેન્જમાં ઘટ્યા હતા.
દરમ્યાન ઇટાલીએ ક્રિપ્ટો ઍસેટ્સ અને એને સંબંધિત જોખમો પર નિગરાની વધારવા માટે ક્રિપ્ટો સંબંધે સખત પગલાં ભરવાનું આયોજન કર્યું છે. ક્રિપ્ટો માર્કેટમાં કોઈ ગરબડ કરે તો એને મોટો દંડ કરવાનો પણ પ્રસ્તાવ છે.