મુંબઈમાં કૉટન યાર્નના ભાવમાં પ્રતિ કિલો પાંચથી ૮ રૂપિયાનો ઘટાડો

16 December, 2022 03:24 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ભાવમાં પણ અસમાનતાને લીધે નિકાસ પર પણ પ્રતિકૂળ અસર પડી છે

પ્રતીકાત્મક તસવીર

મુંબઈમાં કૉટન યાર્નના ભાવ વધુ પ્રતિ કિલો ૫-૮ રૂપિયા ઘટ્યા છે, કારણ કે વૈશ્વિક મંદીની ચિંતા વચ્ચે ટેક્સટાઇલ વૅલ્યુ ચેઇનમાં ખરીદદારો સાવચેતીપૂર્વકનું વલણ અપનાવી રહ્યા છે.
મુંબઈસ્થિત એક વેપારીએ કહ્યું કે બજારમાં લેવાલીનો અભાવ છે, કારણ કે ગાર્મેન્ટ ઉદ્યોગની માગ વધશે કે નહીં એ બાબતે અનિશ્ચિતતા છે. ભાવમાં પણ અસમાનતાને લીધે નિકાસ પર પણ પ્રતિકૂળ અસર પડી છે. સ્થાનિકમાં કપાસના ભાવ ૧૫ ટકા જેટલા વધુ હોવાથી ભારતીય યાર્નની નિકાસ થઈ શકે એમ નથી.

મુંબઈમાં ૬૦ કાઉન્ટ કાર્ડેડ કૉટન યાર્ન વૉર્પ અને વેફ્ટ વરાઇટીના ભાવ અનુક્રમે પ્રતિ પાંચ કિલો ૧૬૪૦-૧૬૮૦ અને ૧૫૫૦-૧૬૦૦ રૂપિયાના સ્તરે ટ્રેડ થઈ રહ્યા હતા. ૬૦ કોમ્બેડ વૉર્પના ભાવ પ્રતિ કિલો ૩૬૦-૩૬૫ રૂપિયા, ૮૦ કાર્ડેડ (વેફ્ટ) કૉટન યાર્નના ભાવ પ્રતિ સાડાચાર કિલો ૧૫૨૦-૧૫૪૦ રૂપિયાના સ્તરે, ૪૪/૪૬ કાઉન્ટ કાર્ડેડ કૉટન યાર્ન (વૉર્પ)ના ભાવ પ્રતિ કિલો ૩૦૫-૩૧૦ રૂપિયા, ૪૦/૪૧ કાઉન્ટ કૉટન યાર્ન (વૉર્પ)ના ભાવ પ્રતિ કિલો ૨૮૨-૨૮૮ રૂપિયા અને ૪૦/૪૧ કાઉન્ટ કોમ્બેડ યાર્ન (વૉર્પ)ના ભાવ પ્રતિ કિલો ૩૦૦-૩૦૫ રૂપિયાના સ્તરે ટ્રેડ થઈ રહ્યા હતા. 

business news commodity market