કોલસાની અછત ફરી સર્જાશેઃ ભાવ ઊંચકાવાની ભીતિ

11 January, 2022 04:16 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ઇન્ડોનેશિયાએ કોલસાની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો હોવાથી સ્થિતિ વિકટ બનશે : ભારતમાં આગામી એક-બે મહિનામાં અછત ઊભી થશે

ફાઇલ તસવીર

ભારતમાં કોલસાની ફરી એક વાર અછત સર્જાય એવી સંભાવના રહેલી છે. દેશની સૌથી મોટી કોલસા ઉત્પાદક કંપની કોલ ઇન્ડિયાએ પાવર પ્લાન્ટોને પુરવઠો વધારવા માટે સ્ટૉક ઊભો કર્યો છે, પરંતુ નવી કોલસાની કટોકટી માટે ઇન્ડોનેશિયા જવાબદાર ઠરે એવી સંભાવના છે. ઇન્ડોનેશિયાએ કોલસાની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો છે, જેની અસરે વિશ્વમાં કોલસાની અછત ઊભી થઈ શકે છે.
વૈશ્વિક બજારમાં ઇન્ડોનેશિયાના નિકાસ પ્રતિબંધને પગલે થર્મલ કોલસાના ભાવ ઊંચા રહે એવી ધારણા છે. કોલસા અને પાવર સેક્ટર સાથે સંકળાયેલા ઍનલિસ્ટો કહે છે કે ઇન્ડોનેશિયાએ કોલસાની નિકાસ પરનો પ્રતિબંધ જાન્યુઆરી મહિના સુધી મૂક્યો છે, પરંતુ એ નિકાસ પ્રતિબંધ મે મહિના સુધી લંબાવે એવી સંભાવના છે. જો સ્થાનિક બજારમાં માઇનિંગ કંપનીઓ સ્થાનિક પાવર સેક્ટરની માગ પૂરી કરી નહીં શકે તો કોલસાની અછત ઊભી થઈ શકે છે.

business news