કાબુલી ચણાના ભાવમાં લાંબા ગાળે તેજી થવાનો અંદાજ

20 May, 2023 03:51 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

કાબુલીમાં સ્થાનિક અને નિકાસ માગ સામાન્ય છે

પ્રતીકાત્મક તસવીર

કાબુલી ચણાના ભાવમાં ગયા અઠવાડિયાથી સ્થિરતા જોવા મળી રહી છે. કાબુલીમાં સ્થાનિક અને નિકાસ માગ સામાન્ય છે. મંડીઓમાં આવક ઓછી છે, પરંતુ ઍવરેજ માગ પૂરી કરવા માટે ઘણી છે. જોકે કાબુલીની આ વર્ષે સારા પ્રમાણમાં વાવણી થયા બાદ આ વર્ષે યીલ્ડમાં નબળાઈ હોવાથી પાક ઓછો થવાનો અંદાજ છે. જાણકારોનું કહેવુ છે કે આ વર્ષે હલકાથી મિડિયમ ક્વૉલિટી વધુ છે અને બોલ્ડ ક્વૉલિટી ખૂબ જ ઓછી છે. આંતરરાષ્ટ્રીય બજારમાં પણ બોલ્ડ ક્વૉલિટી કાબુલીનો સ્ટૉક ઓછો છે અને ભાવ પણ ઊંચા છે.

ભારતીય કાબુલીની નિકાસ આ સીઝનમાં સારી રહેવાનો અંદાજ અગ્રણી વેપારીઓ વ્યક્ત કરી રહ્યા છે. નિષ્ણાતોનો અંદાજ છે કે કાબુલીમાં ૧૧,૭૦૦ની નીચે નબળાઈ રહેશે અને ૧૨,૯૦૦ની ઉપર તેજી રહેશે. વિદેશોમાં પાક અને નિકાસ વધવાની આશાએ કાબુલીનું ભવિષ્ય સારું દેખાઈ રહ્યું છે.

business news