ચણામાં નાફેડની ખરીદી ચાલુ થતાં તેજીમાં પીછેહઠ

18 April, 2023 02:20 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

નાફેડ દ્વારા આ સીઝનમાં અત્યાર સુધીમાં લગભગ નવ લાખ ટન ચણાની ખરીદી થઈ છે અને તેમની પાસે જૂનો સ્ટૉક ૧૪ લાખ ટનનો છે.

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

ચણામાં ફેબ્રુઆરીમાં જે તેજી હતી એ હવે રહી નથી, કારણ કે નાફેડ માર્ચ મહિનાથી ખરીદી કરી રહ્યું છે. નાફેડ દ્વારા આ સીઝનમાં અત્યાર સુધીમાં લગભગ નવ લાખ ટન ચણાની ખરીદી થઈ છે અને તેમની પાસે જૂનો સ્ટૉક ૧૪ લાખ ટનનો છે.

નાફેડ દ્વારા હજી લેવાલી ચાલુ છે અને મંડીઓમાં ભાવ ઓછા છે, એથી આગળ જતાં ખરીદીમાં વધારો થશે એવો અંદાજ છે. છેલ્લાં બે-ત્રણ વર્ષથી વેપારીઓએ ચણામાં પૈસા ગુમાવ્યા જ છે. એવામાં નાફેડ પાસે એકતરફી સ્ટૉક હશે તો એજન્સી જ ચણામાં તેજી-મંદી નક્કી કરશે. 

ચણા બજારમાં હાલ ખૂબ જ અનિશ્ચિતતા છે એથી આઉટલુક કહેવું અઘરું છે એથી વેપારીઓને મર્યાદિત વેપાર કરવાની સલાહ છે.

business news commodity market