ઑગસ્ટમાં પણ ઑટોમોબાઈલ ક્ષેત્રમાં મંદી

01 September, 2020 04:12 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

ઑગસ્ટમાં પણ ઑટોમોબાઈલ ક્ષેત્રમાં મંદી

પ્રતિકાત્મક તસ્વીર

ઑગસ્ટમાં કાર કંપનીઓનાં વેચાણમાં ધાર્યા મુજબની રિકવરી આવી નથી. ફક્ત મારુતિ સુઝુકીના વેચાણ આંકડા સંતોષકારક છે.

દેશની સૌથી મોટી કંપની મારુતિ સુઝુકીનું ઑગસ્ટ મહિનામાં વાહનોનું વેચાણ 17.1 ટકા વધીને 1.24 લાખ યુનિટ્સ/કાર્સનું થયું છે. ગત વર્ષના સમાન મહિનામાં કંપનીએ 1,06,413 વાહનોનું વેચાણ કર્યું હતું. સ્થાનિક બજારમાં વેચાણ 20.2 ટકા વધીને 1,16,704 યુનિટ્સનું થયું છે, જે ઑગસ્ટ 2019માં 97,061 યુનિટ્સ હતું. મારુતિની અલ્ટો અને વેગન-આરનું વેચાણ વધારે થયું છે.

હ્યુન્ડાઈ મોટર ઈન્ડિયાના વેચાણમાં આંશિક વૃદ્ધિ થઈ છે, જોકે નિકાસ પહેલાની સરખામણીએ ઓછી છે. ઑગસ્ટ 2020માં કંપનીએ 52,609 યુનિટ્સનું વેચાણ કર્યું છે. આમાંથી 6,800 યુનિટ્સની નિકાસ કરી છે. ક્રેટા, વર્ના, ટસકુન, નિઓસ, ઔરા સહિત આઈએમડી ક્લચલેસ મેન્યુઅલ ટ્રાન્સમિશનવાળી વેન્યુનું વેચાણ વધ્યું છે.

ટોયોટા કિર્લોસકર મોટરનું વેચાણ ઑગસ્ટ 2020માં વાર્ષિક ધોરણે 48.08 ટકા ઘટીને 5,555 યુનિટ્સ થયું છે. ગત વર્ષના સમાન મહિનામાં કંપનીએ 10,701 યુનિટ્સનું વેચાણ કર્યું હતું. મહિન્દ્ર એન્ડ મહિન્દ્રનું વેચાણ 16 ટકા ઘટીને 30,426 યુનિટ્સનું થયું છે. ગયા વર્ષના ઑગસ્ટ મહિનામાં કંપનીએ 36,085 યુનિટ્સનું વેચાણ કર્યું હતું. સ્થાનિક બજારમાં વેચાણ 33,564થી 13 ટકા ઘટીને 29,257 યુનિટ્સ થયું છે.

business news maruti suzuki toyota hyundai