13 August, 2025 07:01 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક ફાઈલ તસવીર
બૉમ્બે સ્ટૉક એક્સચેન્જ (BSE)ના સ્મૉલ ઍન્ડ મીડિયમ એન્ટરપ્રાઇઝિસ (SME) પ્લૅટફૉર્મ પર વધુ બે સ્ક્રિપ લિસ્ટ થઈ છે એ સાથે આ પ્લૅટફૉર્મ પર લિસ્ટ થયેલી કંપનીઓની સંખ્યા ૬૦૫ થઈ છે.
આ બેમાંથી એક છે એસેક્સ મરીન લિમિટેડ જે પશ્ચિમ બંગાળ રાજ્યના કલકત્તામાં છે. એસેક્સ મરીન માછલી અને ઝિંગાની વિવિધ વરાઇટી સહિતનાં સી ફૂડના પ્રોસેસિંગનું કામ કરે છે. કંપની ફ્રોઝન ફિશ અને ઝિંગાની સંકલિત સપ્લાય ચેઇનનો હિસ્સો છે. કંપની ફ્રોઝન ફિશ અને ઝિંગાનું પ્રોસેસિંગ અને વેચાણ એના ભારત, ચીન અને યુરોપમાંના ગ્રાહકોને કરે છે.
કંપનીએ ૪૨.૬૨ લાખ ઇક્વિટી શૅર ૫૪ રૂપિયાના ભાવે ફિક્સ્ડ પ્રાઇસ IPO મારફત ઑફર કરી ૨૩.૦૧ કરોડ રૂપિયા એકત્ર કર્યા હતા. IPO ૬ ઑગસ્ટે બંધ થયો હતો.
બીજી કંપની બીએલટી લૉજિસ્ટિક્સ લિમિટેડ લિસ્ટ થઈ છે. એની હેડ ઑફિસ દિલ્હીમાં છે. બીએલટી લૉજિસ્ટિક્સ વિવિધ ઇન્ડસ્ટ્રીઝ અને વ્યવસાયોને કન્ટેનર સહિતની ટ્રક્સ અને વેરહાઉસિંગ સર્વિસિસ પૂરી પાડે છે. કંપની એની ૯૯.૯૯ ટકા સબસિડિયરીઝ અને થર્ડ પાર્ટી પાસેથી ટ્રક્સ લે છે. કંપનીએ બુકબિલ્ડિંગ IPO મારફત ૧૨.૯૬ લાખ ઇક્વિટી શૅર્સ ૭૫ રૂપિયાના ભાવે ઑફર કરી ૯.૭૨ કરોડ રૂપિયા એકત્ર કર્યા હતા.