31 July, 2025 08:53 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
બૉમ્બે સ્ટૉક એક્સચેન્જની પ્રતીકાત્મક તસવીર
બૉમ્બે સ્ટૉક એક્સચેન્જ (BSE)એ રોકાણકારોને વધુ એક કિસ્સામાં સાવચેત કર્યા છે, BSEએ કહ્યું છે કે ધી એપેક્સ સ્ટૉક્સ (સંપર્ક નંબરો ૮૦૯૭૮૮૨૬૬૬, ૮૯૯૭૭૦૦૪૦૦) અનધિકૃત પ્રવૃત્તિઓ કરે છે, જેમાં રોકાણ અને ટ્રેડિંગની ભલામણો, રિસર્ચ ઍનલિસ્ટનો સમાવેશ થાય છે. આ કાર્ય એ સત્તાવાર રજિસ્ટ્રેશન વિના કરે છે જ્યારે કે લોકો સમક્ષ SEBI રજિસ્ટર્ડ રિસર્ચ ઍનલિસ્ટ હોવાનો ડોળ કરી રોકાણકારો પાસેથી ભંડોળ એકત્ર કરવાની પ્રવૃત્તિ કરી રહી છે. આ ગેરકાનૂની છે જેના પ્રત્યે રોકાણકારો સજાગ રહે અને આવા રોકાણથી દૂર રહે.
આ હસ્તીની વેબસાઇટ ધીએપેક્સસ્ટૉક્સ.કૉમ છે અને ફેસબુક પર પણ એની ઉપસ્થિતિ છે.
ઉક્ત હસ્તીઓ BSE લિમિટેડના કોઈ પણ મેમ્બરની રજિસ્ટર્ડ અધિકૃત વ્યક્તિ નથી. રોકાણકારો એક્સચેન્જની વેબસાઇટ પર જઈને અધિકૃત વ્યક્તિઓની યાદી જોઈ શકે છે.