બીએસઈ અને યુનાઇટેડ નેશન્સ દ્વારા એક વર્ષ માટે મહિલા સશક્તીકરણ કાર્યક્રમ લૉન્ચ થયો

08 March, 2023 05:41 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

બીએસઈ અને યુનાઇટેડ નેશન્સ દ્વારા એક વર્ષ માટે મહિલા સશક્તીકરણ કાર્યક્રમ લૉન્ચ થયો : મહિલા દિન નિમિત્તે એક્સચેન્જનું આયોજન : મહિલા સાહસિકોને મૂડીરોકાણ વધારવા સલાહ

વિશ્વ મહિલા દિન નિમિત્તે બૉમ્બે સ્ટૉક એક્સચેન્જ-બીએસઈ ખાતે એક વિશેષ કાર્યક્રમ ‘રિંગ ધ બેલ ફૉર જેન્ડર ઇક્વલિટી’ યોજવામાં આવ્યો હતો,

વિશ્વ મહિલા દિન નિમિત્તે બૉમ્બે સ્ટૉક એક્સચેન્જ-બીએસઈ ખાતે એક વિશેષ કાર્યક્રમ ‘રિંગ ધ બેલ ફૉર જેન્ડર ઇક્વલિટી’ યોજવામાં આવ્યો હતો, જેમાં બિઝનેસ અગ્રણીઓ, નીતિ ઘડવૈયાઓ અને સંયુક્ત રાષ્ટ્ર સંઘની મહિલા નેતાઓએ મહિલા સાહસિકોમાં મૂડીરોકાણને વેગવાન બનાવવાની તાકીદ કરી હતી.

બીએસઈ છેલ્લાં નવ વર્ષથી મહિલા દિનની ઉજવણી કરે છે. આ કાર્યક્રમ  યુએન વીમેન, ઇન્ટરનૅશનલ ફાઇનૅન્સ કૉર્પોરેશન, સસ્ટેનેબલ સ્ટૉક એક્સચેન્જિસ ઇનિશ્યેટિવ, યુએન ગ્લોબલ કૉમ્પેક્ટ અને વર્લ્ડ ફેડરેશન ઑફ એક્સચેન્જિસના સહકારથી યોજાયો હતો.

આ પ્રસંગે યુએન ઇન્ડિયાનાં કન્ટ્રી રિપ્રેઝન્ટેટિવ સુશ્રી ફર્ગ્યુસને કહ્યું કે આ બેલ રિન્ગિંગ પ્રસંગ સ્ત્રીઓના સસ્ટેનેબલ આર્થિક વિકાસ અને સમાન હક આપવાની ખાનગી ક્ષેત્રની પ્રતિબદ્ધતા દર્શાવે છે.

વક્તાઓએ એ બાબત પર ભાર મૂક્યો હતો કે મહિલાઓની લીડરશિપને વધુ ખીલવવા તેમને વધુ મૂડી ઉપલબ્ધ કરવાની, ટેકો પૂરો પાડવાની અને તેમની સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ (એસડીજી) સિદ્ધ કરવાની ભૂમિકાને ઓળખવાની જરૂર છે.  

બીએસઈના સીઈઓ સુંદરારામન રામમૂર્તિએ મહિલાઓને સમાન અને વૈવિધ્યપૂર્ણ ભૂમિકા ઉપલબ્ધ થાય એ માટે કરાઈ રહેલા સતત પ્રયત્ન બદલ યુએન વીમેનનો આભાર માન્યો હતો. 
નાણાકીય સેવાઓના ક્ષેત્રે મહિલાઓના પ્રદાનને તેમ જ ક્ષેત્રની સમસ્યાઓ પ્રત્યે મહિલાઓની ભિન્ન દૃષ્ટિની તેમણે સરાહના કરી હતી.

business news bombay stock exchange united nations international womens day