બ્રેન્ટ ક્રૂડ ફ્યુચર્સ – ભારતીય હેજર્સ માટે આદર્શ પસંદગી

08 May, 2020 11:45 AM IST  |  Mumbai | Sameer Patil

બ્રેન્ટ ક્રૂડ ફ્યુચર્સ – ભારતીય હેજર્સ માટે આદર્શ પસંદગી

આ ભાવ એક ખાસ ગ્રેડના ઓઇલ એટલે કે WTI ક્રૂડના હતા, જે ન્યૂયોર્ક મર્કન્ટાઇલ એક્સચેન્જ (NYMEX) પર બીબીએલ દીઠ -40 અમેરિકન ડોલર થઈ ગયા હતા. પણ આ સમસ્યા અમેરિકા પૂરતી મર્યાદિત હતી.

જ્યારે ઓઇલની કિંમતો શૂન્યથી ઘટીને નેગેટિવ થઈ ગઈ હતી, ત્યારે દુનિયાભરમાં અખબારોની હેડલાઇનો ઓઇલના ભાવ ઐતિહાસિક તળિયે પહોંચી ગયા હોવાનું જણાવતી હતી. એનો અર્થ એ હતો કે, ઓઇલ ખરીદવા માટે ગ્રાહકોને કિંમત નહીં ચુકવવી પડે, પણ ઓઇલના વિક્રેતાઓ ગ્રાહકો ઓઇલ ખરીદે એ માટે કિંમત ચુકવશે. દુનિયા ચોંકી ગઈ હતી અને ઓઇલની કિંમતો જોઈને મોંમાં આંગળ નાંખી ગઈ હતી, કારણ કે કોરોનાવાયરસ રોગચાળાએ દુનિયાના અર્થતંત્રનાં ચક્રોને થંભાવી દીધા હતા. સ્વાભાવિક છે કે, અત્યારે આપણે જાણીએ છીએ કે, આ ભાવ એક ખાસ ગ્રેડના ઓઇલ એટલે કે WTI ક્રૂડના હતા, જે ન્યૂયોર્ક મર્કન્ટાઇલ એક્સચેન્જ (NYMEX) પર બીબીએલ દીઠ -40 અમેરિકન ડોલર થઈ ગયા હતા. પણ આ સમસ્યા અમેરિકા પૂરતી મર્યાદિત હતી.

એનાથી વિપરીત દુનિયામાં ટ્રેડિંગ થતા તમામ ઓઇલના બે-તૃતિયાંશ ભાગ અને ભારતીય ક્રૂડની આયાતના 90 ટકા હિસ્સા માટે બ્રેન્ટ ક્રૂડ બેન્ચમાર્ક છે, જેની કિંમત પોઝિટિવ જળવાઈ રહી છે.

WTI અને બ્રેન્ટ વચ્ચેનો ફરક

જ્યારે ક્રૂડ ઓઇલની વાત આવે છે, ત્યારે એના વિવિધ ગ્રેડની વાત કરવી જરૂરી છે. સૌથી વધુ ટ્રેડિંગ થતા લોકપ્રિય ગ્રેડ બ્રેન્ટ નોર્થ સી ક્રૂડ ઓઇલ અને વેસ્ટ ટેક્સાસ ઇન્ટરમીડિયેટ (WTI) છે. સામાન્ય રીતે WTI ટેક્સાસ, લ્યુસિયાના અને ઉત્તર ડકોટામાં અમેરિકન તેલ ક્ષેત્રોમાંથી પ્રાપ્ત થાય છે અને ઓકલહોમામાં એની ડિલિવરી થાય છે. બીજી તરફ બ્રેન્ટ ક્રૂડ ઉત્તરના દરિયામાંથી મેળવવામાં આવે છે અને દેશ મુજબ વિવિધ સ્થળોમાં ડિલિવરી થાય છે. આ બંને સલ્ફરનું ઓછું પ્રમાણ ધરાવે છે, જેને “સ્વીટ” ગણવામાં આવે છે અને એની ડેન્સિટી (ઘનતા) પ્રમાણમાં ઊંચી ગણાય છે. બ્રેન્ટ ક્રૂડ માટે ડિલિવરીનો ખર્ચ ઓછો આવે છે, કારણ કે એનું ઉત્પાદન દરિયા નજીક થાય છે અને કોઈ પણ જગ્યાએ એની ડિલિવરી થઈ શેક છે. બીજી તરફ WTIનું ઉત્પાદન જમીનથી ઘેરાયેલા ક્ષેત્રમાં થાય છે અને એનો સંગ્રહ કરવા માટે જગ્યા મર્યાદિત હોવાથી એમાં વધારે ખર્ચ આવે છે. જ્યારે યુરોપ અને પેટ્રોલિયમની નિકાસ કરતાં દેશોનાં સંગઠન (ઓપેક) દ્વારા બેન્ચમાર્ક પ્રાઇઝ બ્રેન્ટ છે, ત્યારે WTI ક્રૂડની કિંમતો અમેરિકન ઓઇલની કિંમતો માટે બેન્ચમાર્ક છે. યુરોપ, આફ્રિકા અને મધ્ય પૂર્વના દેશોમાં ઉત્પાદન થતા મોટા ભાગનાં ઓઇલની કિંમત બ્રેન્ટ ક્રૂડના ખર્ચને આધારે નક્કી થાય છે.

આ  રીતે દુનિયાભરમાં ટ્રેડિંગ થતા બે-તૃતિયાંશ ઓઇલ માટે બ્રેન્ટની પ્રસ્તુતતા વધારે છે. ભારત મુખ્યત્વે ઓપેક દેશો પાસેથી આયાત કરતો હોવાથી ભારતમાં ઓઇલની કિંમતો માટે બ્રેન્ટ યોગ્ય રીતે બેન્ચમાર્ક છે.

20 એપ્રિલ, 2020ના રોજ શું થયું હતું?

WTI ક્રૂડ ઓઇલના વાયદાની કિંમત બિલકુલ માગને અભાવે ઇતિહાસમાં પહેલી વાર શૂન્યથી ઘટીને નેગેટિવ થયા હતા, કારણ કે કોવિડ-19 રોગચાળાને કારણે પુરવઠાનો વપરાશ થયો નહોતો. સંગ્રહ કરવાની મર્યાદિત ક્ષમતાને કારણે અમેરિકામાં ઉત્પાદિત ઓઇલનો સંગ્રહ કરવા માટે જગ્યા નહોતી અને ગ્રાહકો સંગ્રહ કરવાની ક્ષમતા માટે વ્યાકુળ થઈ ગયા હતા.“બીએસઈ નેગેટિવ કિંમતોમાં ઓર્ડર્સ સ્વીકારનાર અને ટ્રેડનો અમલ કરનાર પ્રથમ ભારતીય એક્સચેન્જ છે.” 20 એપ્રિલ, 2020ના રોજ કોન્ટ્રાક્ટ વેચાણ કરવાની જરૂર એટલી હદે હતી કે, WTI મે ફ્યુચર કોન્ટ્રાક્ટનું ટ્રેડિંગ 306 ટકાના ઘટાડે બેરલદીઠ -37.63 અમેરિકન ડોલર પર બંધ રહ્યું હતું, જે અગાઉ -40.32ના તળિયે પહોંચી ગયું હતું. પણ આંતરરાષ્ટ્રીય બેન્ચમાર્ક બ્રેન્ટ ક્રૂડનો ખર્ચ વધારે છે, કારણ કે વિવિધ સ્થળોમાં વધુ સંગ્રહ કરવાની જગ્યા ઉપલબ્ધ છે, જેથી ડિલિવરી સરળ બને છે. 20 એપ્રિલના રોજ બ્રેન્ટ ફ્યુચર્સનું ટ્રેડિંગ બીબીએલદીઠ 25.57 અમેરિકન ડોલર પર બંધ રહ્યા હતા. બ્રેન્ટ ફ્યુચર્સનું ટ્રેડિંગ મુખ્યત્વે ઇન્ટરકોન્ટિનેન્ટલ એક્સચેન્જ (આઇસીઇ) લંડનમાં થાય છે અને WTI ન્યૂયોર્ક મર્કેન્ટાઇલ એક્સચેન્જ (NYMEX) પર ઓઇલ ફ્યુચર્સ માટે અંડરલાઇંગ એસેટ છે. એક મોટો ફરક એ છે કે, જ્યારે WTI કોન્ટ્રાક્ટનું સેટલમેન્ટ NYMEX પર થાય છે, ત્યારે બ્રેન્ટ ક્રૂડ કોન્ટ્રાક્ટનું સેટલમેન્ટ રોકડમાં થાય છે.

જોકે ભારતમાં WTI કોન્ટ્રાક્ટમાં ટ્રેડિંગ કરતા ભાગીદારો પાસે રોકડમાં સેટલ કરવા સિવાય અન્ય કોઈ વિકલ્પ નથી. સીએમઈ ગ્રૂપના ચેરમેન અને સીઇઓ ટેરી ડફીએ ભાર મૂક્યો હતો કે, એક્સચેન્જ રિટેલ રોકાણકારોને આકર્ષવા માટે પ્રયાસ કરતું નથી, જેમની પાસે નિયમોની જાણકારી ન હોય એવું બની શકે. ઓઇલ કોન્ટ્રાક્ટ્સની કામગીરી માટે “ઉચિત જાણકારી” હોવી જોઈએ. તેમણે કહ્યું હતું કે, “નાના રિટેલ રોકાણકારોને અમે લક્ષ્યાંક બનાવતા નથી. અમે અમારા માર્કેટમાં પ્રોફેશનલ રોકાણકારોને ટાર્ગેટ બનાવીએ છીએ.”

ભારત માટે બ્રેન્ટ શા માટે ઉચિત છે?

ભારતીય ક્રૂડ ઓઇલના પોર્ટફોલિયોમાં ભારતીય રિફાઇનરીઓમાં 75.50:24.50ના રેશિયોમાં પ્રોસેસ થતું સૉર ગ્રેડ (ઓમાન અને દુબઈ એવરેજ) અને સ્વીટ ગ્રેડ (બ્રેન્ટ ડેટેડ) ક્રૂડ ઓઇલ સામેલ છે. ભારતમાં ક્રૂડના કુલ પુરવઠામાં ઓપેક દેશોમાંથી (બેન્ચમાર્ક તરીકે બ્રેન્ટ ક્રૂડ સાથે) 80 ટકા ઓઇલની આયાત થાય છે અને ઉત્તર અમેરિકામાંથી 9 ટકા WTI2ની આયાત થાય છે. જ્યારે વર્ષ 2019માં બ્રેન્ટ ક્રૂડ ભારતીય ક્રૂડ ઓઇલ બાસ્કેટમાં 98 ટકા સહસંબંધ ધરાવતું હતું, ત્યારે આ સહસંબંધ WTI માટે 88 ટકા હતો. ભારતીય ક્રૂડ ઓઇલના પોર્ટફોલિયોમાં બ્રેન્ટ ક્રૂડનો નોંધપાત્ર હિસ્સો અને ઊંચો સહસંબંધ બ્રેન્ટને ભારતમાં હેજર્સ માટે પસંદગીનો બેન્ચમાર્ક બનાવે છે. ઓકલહોમામાં જમીનથી ઘેરાયેલા સ્ટોરેજ સાઇટમાં ફિઝિકલી સેટલ થતા WTIની સરખામણીમાં બ્રેન્ટ મર્યાદિત સંગ્રહક્ષમતા સાથે દરિયાઈ ક્રૂડ સાથે પણ સંબંધિત છે. ઉપરાંત આંતરરાષ્ટ્રીય કોન્ટ્રાક્ટ, ખાસ કરીને Nymex WTI ક્રૂડ ભારતીય સેટલમેન્ટ સંદર્ભના દરો માટે સરખામણી ન થઈ શકે એવા કોન્ટ્રાક્ટ છે, કારણ કે ફિઝિકલ ડિલિવરી આપવાનો કે લેવાનો કોઈ વિકલ્પ નથી. એમા શંકા નથી કે અત્યારે બ્રેન્ટ ક્રૂડ આંતરરાષ્ટ્રીય અને ભારતીય ઓઇલ હેજર્સ, ટ્રેડર્સ અને સહભાગીઓનો યોગ્ય સંકેત છે.

ભારતમાં બ્રેન્ટ ક્રૂડ ફ્યુચર્સનું ટ્રેડિંગ

ભારતનાં અગ્રણી એક્સચેન્જ ગ્રૂપ અને 6 માઇક્રોસેકન્ડની સ્પીડ ધરાવતા વિશ્વના સૌથી ઝડપી સ્ટોક એક્સચેન્જ બીએસઈએ ઇન્ટરકોન્ટિનેન્ટલ એક્સચેન્જ (આઇસીઇ) યુરોપ બ્રેન્ટની કિંમતો પર સેટલ થયેલા રુપીમાં પ્રચલિત બ્રેન્ટ ફ્યુચર્સ કોન્ટ્રાક્ટ લોંચ કર્યા છે. બીએસઈ પર બ્રેન્ટ ક્રૂડની કિંમત વિશ્વના ટોચના એનર્જી માર્કેટપ્લેસ આઇસીઇ યુરોપમાંથી પ્રાપ્ત થયા છે. આ સ્થાનિક ફંડામેન્ટલ્સને આધારે ભારતીય ટાઇમ ઝોનમાં બ્રેન્ટ ક્રૂડ પ્રાઇઝની કિંમતમાં સુધારાવધારા માટે સક્ષમ બનાવે છે. આ રીતે ભારતમાં ઓઇલ ઉત્પાદકો, રિફાઇનર્સ, હેજર્સ, યુઝર્સ અને રોકાણકારોને આંતરરાષ્ટ્રીય સ્તરે સુસંગત કિંમતોની સુલભતાનો અને બ્રેન્ટ ક્રૂડમાં ટ્રેડિંગ પ્રેક્ટિસ કરવાનો લાભ મળી શકે છે. ઉપરાંત બીએસઈએ નેગેટિવ કિંમતો પર ઓર્ડર્સ સ્વીકારવા અને ટ્રેડનો અમલ કરવા એની BOLT પ્લસ ટ્રેડિંગ સિસ્ટમમાં પણ સક્ષમ બનાવે છે, જે એને આ સુવિધા પૂરી પાડનાર ભારતમાં પ્રથમ એક્સચેન્જ બનાવે છે. બીએસઇ બ્રેન્ટ ક્રૂડ કોન્ટ્રાક્ટ્સ ઓઇલ બજારની અનિશ્ચિતતામાંથી હિતધારકોને બચાવવાની સાથે ભારતમાં ભાગીદારો માટે પારદર્શકતા લાવવા, કાર્યદક્ષતા વધારવા અને વાજબી હેજિંગ ટૂલ્સ લાવવામાં પણ મદદરૂપ થાય છે.

આંતરરાષ્ટ્રીય ક્રૂડ માટે બેન્ચમાર્ક તરીકે બ્રેન્ડ ક્રૂડ સારી વિઝિબિલિટી ધરાવે છે અને ભારતમાં ઓઇલની કિંમતો સાથે એનો ઊંચો સહસબંધ એને ભારતમાં ઊર્જા ક્ષેત્રની કોમોડિટીના ભાગીદારો માટે યોગ્ય પ્રોડક્ટ બનાવે છે. આ કોન્ટ્રાક્ટ સાથે બીએસઈ હેજર્સ, ટ્રેડર્સ, રોકાણકારો અને બજારનાં તમામ સહભાગીઓને તેમની કિંમતના જોખમનું હેજિંગ કરવા સુવિધાજનક અને વાજબી ઓનશોર પ્રોડક્ટ પ્રદાન કરીને ભારતીય કોમોડિટી બજારોને વધુ સઘન બનાવવા પ્રતિબદ્ધ છે. અમારું માનવું છે કે, આ કોન્ટ્રાક્ટને તમામ ભાગીદારો બહોળા પ્રમાણમાં સ્વીકારશે અને ખાસ કરીને હાલની સ્થિતિમાં તમામ હિતધારકોના જોખમ ઘટાડવાના પસંદગીના માધ્યમ તરીકે બહાર આવશે.

લેખક BSEનાં ચીફ બિઝનેસ ઑફિસર છે.

business news oil prices bombay stock exchange