બિટકૉઇન ૧.૨૫ લાખ ડૉલરની નજીક : ક્રિપ્ટોનું માર્કેટ કૅપ ૪.૨૭ ટ્રિલ્યન ડૉલર થયું

07 October, 2025 08:32 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

માર્કેટ કૅપિટલાઇઝેશન ૧.૬૯ ટકા વધીને ૪.૨૭ ટ્રિલ્યન ડૉલર થયું હ

પ્રતીકાત્મક તસવીર

વૈશ્વિક ક્રિપ્ટોકરન્સી માર્કેટમાં સોમવારે નોંધપાત્ર સુધારો નોંધાયો હતો જેમાં બિટકૉઇન ૧.૪૪ ટકા વધીને ૧,૨૪,૭૩૩ ડૉલર પર પહોંચ્યો હતો. ઇથરમાં ૨.૫૮ ટકા વૃદ્ધિ સાથે ભાવ ૪૬૫૦ ડૉલર અને ૦.૧૯ ટકાના વધારા સાથે ભાવ ૨.૯૯ ડૉલર થયો હતો. માર્કેટ કૅપિટલાઇઝેશન ૧.૬૯ ટકા વધીને ૪.૨૭ ટ્રિલ્યન ડૉલર થયું હતું. અમેરિકાની જાણીતી બ્રોકરેજ કંપની રૉબિનહૂડના CEO વ્લાડ ટેનેવે હાલમાં એક પત્રકાર-પરિષદમાં કહ્યું હતું કે ટોકનાઇઝેશન સમગ્ર નાણાકીય તંત્રને ગ્રસી જશે. આ એવી માલગાડી જેવી સિસ્ટમ છે જેને રોકી શકાય એમ નથી. નોંધનીય છે કે ગોલ્ડમૅન સાક્સ અને બ્લૅકરૉકે અત્યાર સુધીમાં ટોકનાઇઝ્ડ મની માર્કેટ ફન્ડ્સ લૉન્ચ કર્યાં છે. હવે બ્લૅકરૉક ટોકનાઇઝ્ડ ETF લૉન્ચ કરવાની છે.

business news crypto currency bitcoin