અદાણી ગ્રુપમાં બૅન્કનું એક્સપોઝર ક્રેડિટ ગુણવત્તાને અસર નહીં કરે : મૂડીઝ

08 February, 2023 03:06 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ખાનગી બૅન્કો કરતાં જાહેર ક્ષેત્રની બૅન્કોમાં એક્સપોઝર વધુ

પ્રતીકાત્મક તસવીર

મૂડીઝ ઇન્વેસ્ટર સર્વિસે જણાવ્યું કે અદાણી સાથે બૅન્કોનું એક્સપોઝર તેમની ક્રેડિટ ગુણવત્તાને ભૌતિક રીતે અસર કરે એટલું મોટું નથી. જ્યારે અમારો અંદાજ છે કે ખાનગી ક્ષેત્રની બૅન્કો કરતાં જાહેર ક્ષેત્રની બૅન્કો માટે એક્સપોઝર વધુ છે અને એ મોટા ભાગની બૅન્કો માટે કુલ લોનના એક ટકા કરતાં પણ ઓછું છે.

જો અદાણી બૅન્ક-લોન પર વધુ નિર્ભર બને તો બૅન્કો માટે જોખમ વધી શકે છે. જોકે ઉચ્ચ જોખમની ધારણાને કારણે આંતરરાષ્ટ્રીય બજારમાંથી ભંડોળ મેળવવા માટે જૂથની ઍક્સેસને ઘટાડી શકાય છે છતાં ભારતીય બૅન્કોની કૉર્પોરેટ લોનની એકંદર ગુણવત્તા સ્થિર રહેશે એમ એજન્સીએ કહ્યું છે.

આ પણ વાંચો : Adani Row પર બોલ્યા નાણાપ્રધાન…‘એફપીઓ અગાઉ પણ પરત કરવામાં આવ્યા છે’

સામાન્ય રીતે કૉર્પોરેટ છેલ્લાં કેટલાંક વર્ષોમાં ડિલિવરેજ થઈ ગયાં છે. આ તેમની કૉર્પોરેટ લોન બુકમાં સાધારણ વૃદ્ધિમાં પ્રતિબિંબિત થાય છે. વધુમાં બૅન્કોનું અન્ડરરાઇટિંગ રૂઢિચુસ્ત રહ્યું છે.

business news gautam adani