એશિયાના પામતેલના પાંચ મોટા આયાતકાર દેશોએ હાથ મિલાવ્યા

23 September, 2022 03:56 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પામતેલને આરોગ્યપ્રદ વનસ્પતિ તેલ તરીકે ઓળખવા અને એની છબિ બદલવા સંગઠનની રચના

એશિયાના પામતેલના પાંચ મોટા આયાતકાર દેશોએ હાથ મિલાવ્યા

વૈશ્વિક ટકાઉ કૃષિ વિશેષજ્ઞ સંગઠન સૉલિડેરિડાડ નેટવર્કની પહેલ પર, એશિયામાંથી પામ ઑઇલની આયાત કરતા પાંચ મોટા દેશોનાં સર્વોચ્ચ ખાદ્ય તેલ ઉદ્યોગ સંગઠનો એશિયન પામ ઑઇલ અલાયન્સ (એપીઓએ)ની રચના કરવા માટે પ્રથમ વખત ભેગા થયા છે. અલાયન્સ વિશ્વભરમાં પામતેલને ઉચ્ચ-ગુણવત્તાવાળા, આર્થિક અને આરોગ્યપ્રદ વનસ્પતિ તેલ તરીકે ઓળખવામાં આવે એની ખાતરી કરવા અને પામતેલની નકારાત્મક છબિ બદલવા માટે પ્રતિબદ્ધ છે.

આ જોડાણ ભારત, પાકિસ્તાન, શ્રીલંકા, બંગલાદેશ અને નેપાલના સર્વોચ્ચ સૉલ્વન્ટ એક્સટ્રૅક્ટર્સ અસોસિયેશન દ્વારા શરૂ કરવામાં આવ્યું છે. આગામી વર્ષમાં, એશિયામાં પામ ઑઇલના ઉત્પાદન અને/અથવા રિફાઇનિંગમાં કાર્યરત અન્ય પસંદગીની કંપનીઓ અથવા ઉદ્યોગ સંસ્થાઓને સામેલ કરવા માટે સભ્યપદ વધુ વિસ્તૃત કરવામાં આવશે.

આ સંસ્થાનું સંચાલન શરૂઆતમાં ધ સૉલ્વન્ટ એક્સટ્રૅક્ટર્સ અસોસિએશન ઑફ ઇન્ડિયા (સી) દ્વારા કરવામાં આવશે. એપીઓએની પ્રથમ સામાન્ય સભામાં અતુલ ચતુર્વેદી, અદાણી વિલ્મર લિમિટેડના ડિરેક્ટર અને ‘સી’ના પ્રમુખ આ સંગઠનના પ્રથમ અધ્યક્ષ તરીકે ચૂંટાયા હતા. આ બેઠક દરમ્યાન નવી સંસ્થાની વેબસાઇટ અને લોગો પણ લૉન્ચ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે બોલતાં અતુલ ચતુર્વેદીએ જણાવ્યું હતું કે ‘એશિયાઈ પામ ઑઇલનો વપરાશ કરતા દેશોની જરૂરિયાત લાંબા સમયથી અનુભવાતી હતી. આની રચના ઘણા એશિયન દેશોને સશક્ત બનાવે છે જેમના માટે પામતેલ પોષણક્ષમ ખોરાક અને પોષણનો સ્રોત છે.

business news commodity market asia