30 October, 2023 08:31 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
અનિલ અંબાણી (તસવીર સૌજન્ય મિડ-ડે)
રિલાયન્સ બ્રૉડકાસ્ટ નેટવર્ક (આરબીએનએલ)ને બિગ એફએમ માટે બે બોલીઓ મળી છે. આ કંપની પોતાની નાદારીની કાર્યવાહીમાં છે અને પેમેન્ટ માટે બે બોલીઆપનારા સાથે ચર્ચા શરૂ કરી દીધી છે. બિગ એફએમનું સ્વામિત્વ રિલાયન્સ બ્રૉડકાસ્ટ નેટવર્ક લિમિટેડ પાસે છે અને આ દેશનો સૌથી મોટો રેડિયો નેટવર્ક છે.
નાદારીની કાર્યવાહીથી પસાર થતાં રિલાયન્સ બ્રૉડકાસ્ટ નેટવર્ક (આરબીએનએલ)ને પોતાની રેડિયો ચેનલ બિગ એફએમ માટે રેડિયો મિર્ચી અને સેફાયર એફએમ પાસેથી 251 કરોડ રૂપિયાની બે બોલીઓ મળી છે. મીડિયા રિપૉર્ટ્સ પ્રમાણે, બન્ને બોલીદાતાઓએ 30 દિવસોમાં પેમેન્ટ કરવાની રજૂઆત કરી છે. સૂત્રો પ્રમાણે, લેન્ડર્સે પોતાની બોલીઓને સંશોધિત કરવા માટે બે ઉકેલ અરજીઓની સાથે ચર્ચા શરૂ કરી દેવામાં આવી છે. મળતી માહિતી પ્રમાણે, બિગ એફએમ નાદારીની પ્રક્રિયામાં છે. કંપનીઓના ખાતામાં પડેલી 60 કરોડ રૂપયાની રોકડ રકમ પણ ઋણદાતાઓને મળશે. લેન્ડર્સને 578 કરોડના કુલ સ્વીકૃત દાવાઓની તુલનામાં 55-60 ટકા સુધીની કુલ વસૂલીની આશા છે.
સૌથી મોટું નેટવર્ક
બિગ એફએમનું સ્વામિત્વ રિલાયન્સ બ્રૉડકાસ્ટ નેટવર્ક લિમિટેડ (આરબીએનએલ) પાસે છે. 58 સ્ટેશનો સાથે આ દેશનો સૌથી મોટો રેડિયો નેટવર્ક છે. આ 1200થી વધારે શહેરો અને 50000થી વધારે ગામડાઓ સુધી આની પહોંચ છે. એલએન્ડટી ઈન્વેસ્ટમેન્ટ મેનેજમેન્ટ લિમિટેડ તરફથી આઈડીબીઆઈ ટ્રસ્ટીશિપ સર્વિસિસ દ્વારા દાખલ નાદારીની અરજી પ્રમાણે આરબીએનએલ 175 કરોડ રૂપયાનું ઋણ ચૂકવવામાં નિષ્ફળ રહી છે.
એક સમયે દિગ્ગજ ધનાઢ્યોમાં હતા સામેલ
જે લેન્ડર્સે દાવો કર્યો છે તેમાં ઇંડ્સઇંડ બેન્ક (172 કરોડ રૂપિયા), એચચએસબીસી અસેટ મેનેજમેન્ટ (238 કરોડ રૂપિયા), ફ્રેન્કલિન ટેમ્પલટન એમએફ (103 કરોડ રૂપિયા) અને રિલાયન્સ કમર્શિયલ ફાઈનાન્સ (64 કરોડ રૂપિયા) સામેલ છે. આઈડીબીઆઈ ટ્રસ્ટી સર્વિસિસ એલએન્ડટી ઈન્વેસ્ટમેન્ટ મેનેજમેન્ટ સર્વિસિસ માટે ટ્રસ્ટી હતી, જ્યારે રિલાયન્સ કેપિટલ આરબીએનએલ માટે ગેરેન્ટર હતી. જણાવવાનું કે ક્યારેક વિશ્વના સૌથી ધનાઢ્ય લોકોમાં મોખરે રહેલા અનિલ અંબાણી હાલ આર્થિક મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.
એક સમય હતો જ્યારે અનિલ અંબાણી વિશ્વના છઠ્ઠા સૌથી ધનાઢ્ય ઉદ્યોગપતિ હતા, પણ આજે સ્થિતિ એ છે કે તે નાદાર થઈ ચૂક્યા છે. બેન્કોના ભારે ભરખમ બોજ હેઠળ દબાયેલા અનિલ અંબાણી લગભગ 49 વાર ડિફૉલ્ટર બની ગયા છે. કંપનીના ભાગલા બાદથી કેટલાક વર્ષો સુધી બધું બરાબર ચાલ્યું, પણ પછી અનિલ અંબાણીની પડતી શરૂ થઈ.