લો બોલો,વિજય માલ્યાએ કહ્યું,'ઉધારના પૈસે જીવી રહ્યો છું જિંદગી'

04 April, 2019 06:37 PM IST  |  લંડન

લો બોલો,વિજય માલ્યાએ કહ્યું,'ઉધારના પૈસે જીવી રહ્યો છું જિંદગી'

કેટલાક દિવસો પહેલા જેટ એરવેઝને બચાવવા માટે આર્થિક મદદની વાત કરનાર ભાગોડુ બિઝનેસમેન વિજય માલ્યા હવે કંગાળ આર્થિક સ્થિતિના રોદણા રોઈ રહ્યો છે. યુકેની કોર્ટમાં વિજય માલ્યાએ પોતાની આર્થિક સ્થિતિ બદતર હોવાનો દાવો કર્યો છે. વિજય માલ્યાએ કોર્ટમાં કહ્યું કે હાલ તે પાર્ટનર, બાળકો અને ઓળખીતાઓ પાસેથી ઉધાર લઈને જિંદગી જીવી રહ્યો છે.

હકીકતમાં ભારતની જે બેન્કોને વિજય માલ્યા પાસેથી કરોડો રૂપિયા વસુલવાના છે, તેવી UK સ્થિત ICICI બેન્ક સહિતની બેન્કો માલ્યાનું કરંટ અકાઉન્ટ જપ્ત કરવા ઈચ્છે છે. યુકેની કોર્ટમાં આ જ મામલે સુનાવણી ચાલી રહી છે. ત્યારે બેન્ક તરફથી વકીલે માલ્યાના જુઠ્ઠાણાનો પર્દાફાશ કર્યો છે. બેન્કોએ પાછલા વર્ષે 11 સપ્ટેમ્બરે માલ્યા વિરુદ્ધ બેન્કરપ્ટ્સી પિટિશન દાખલ કરી હતી, જેના પર ડિસેમ્બર મહિનામાં સુનાવણી શરૂ થઈ હતી.

બેન્કે કોર્ટને કહ્યું કે માલ્યાની પત્ની અને પાર્ટનર પિંકી લલવાની વર્ષે 1.35 કરોડ રૂપિયા કમાય છે. બેન્કની આ અરજીમાં પૂછાયેલા સવાલા જવાબમાં માલ્યાએ કહ્યું કે તેની પોતાની સંપત્િત હવે માત્ર 2,956 કરોડની જ બચી છે, અને આ તમામ સંપત્તિ તેણે બેન્કના સેટલમેન્ટ માટે કર્ણાટક હાઈકોર્ટ સામે દર્શાવી દીધી છે.

આ પણ વાંચોઃ જેટ એરવેઝના 16 હજારથી વધુ કર્મચારીઓનો માર્ચ મહિનાનો પગાર રોકવામાં આવ્યો

ઉલ્લેખનીય છે કે 13 બેન્કોના માલ્યા પાસે લગભગ 11 હજાર કરોડ રૂપિયા ફસાયેલા છે. બુધવારે લંડનની કોર્ટમાં ભારતીય બેન્કોની અરજી પર સુનાવણી થઈ હતી. જેમાં માલ્યાએ પોતે ઉધારીના પૈસા પર જીવી રહ્યો હોવાની વાત કરી હતી.

vijay mallya news