એક્સિસ બેન્કે ઘટાડ્યા વ્યાજદર, હોમ અને ઓટો લોન થશે સસ્તી

19 August, 2019 03:12 PM IST  |  દિલ્હી

એક્સિસ બેન્કે ઘટાડ્યા વ્યાજદર, હોમ અને ઓટો લોન થશે સસ્તી

દેશની ત્રીજી સૌથી મોટી પ્રાઈવેટ બેન્ક એક્સિસ બેન્કે MCLRમાં ઘટાડો કર્યો છે. બેન્કે સોમવારે આ જાહેરાત કરી છે. એક્સિસ બેન્કે પોતાના એક વર્ષના MCLRને 8.65થી ઘટાડીને 8.55 કર્યો છે, જે 17 ઓગસ્ટ 2019થી પ્રભાવી છે. ભારતીય રિઝર્વ બેન્ક દ્વારા કેલેન્ડર વર્ષ માટે ચોથી મોદ્રિક નીતિની સમીક્ષા દરમિયાન રેપો રેટમાં 0.35 ટકાનો ઘટાડો કર્યો હતો. જે બાદ હવે એક્સિસ બેન્ક પણ પોતાની લોનના દર ઘટાડનાર બેન્કોની યાદીમાં સામેલ થઈ ચૂકી છે.

ઉલ્લેખનીય છે કે રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા આ વર્ષે ચાર વખત રેપો રેટ ઘટાડી ચૂકી છે. જે કુલ 1.10 ટકા જેટલો છે. બેન્ક વર્ષ દરમિયાન પણ લોન પરના વ્યાજનો દર ઘટાડતા રહ્યા છે.

આ પણ વાંચોઃ ભારતને દસ ટ્રિલ્યનનું અર્થતંત્ર બનાવવા સરકાર વ્યૂહ ઘડી રહી છે

દેશની સૌથી મોટી બેન્ક ભારતીય સ્ટેટ બેન્કે પણ પહેલીવાર MCRLમાં 0.15 ટકાનો ઘટાડો જાહેર કર્યો હતો. રિઝર્વ બેન્કે 7 ઓગસ્ટની નીતિગત જાહેરાત બાદના કેટલાક કલાકોમાં જ IDBI બેન્ક અને ઓરિએન્ટલ બેન્ક ઓફ કોમર્સે 5થી 10 બેઝિઝ પોઈન્ટ સુધી રેટ ઘટાડ્યો હતો. 5 ઓગસ્ટે બેન્ક ઓફ બરોડાએ MCLRમાં 15 બેઝિસ પોઈન્ટ ઘટાડ્યા હતા. યુકો બેન્ક, અલ્હાબાદ બેન્ક અને કેનરા બેન્કે પણ MCLRમાં ઘટાડો કર્યો છે. સેન્ટ્રલ બેન્ક ઓફ ઈન્ડિયાએ પણ ગત સપ્તાહે પોતાની લોનના દરમાં ઘટાડો કર્યો હતો.

business news