પોસ્ટ ઑફિસમાં ૨,૦૦૦ની નોટ બદલાવી નહીં શકાય

24 May, 2023 02:46 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

લીગલ ટેન્ડર ચાલુ હોવાથી ગ્રાહકો માત્ર જમા કરાવી શકશે

પ્રતીકાત્મક તસવીર

સૂત્રોના જણાવ્યા અનુસાર ૨,૦૦૦ રૂપિયાની નોટો બદલવાની સુવિધા માત્ર બૅન્કની શાખાઓમાં જ ઉપલબ્ધ રહેશે અને પોસ્ટ ઑફિસ દ્વારા એ કરી શકાશે નહીં.

એક્સચેન્જની સુવિધા માત્ર બૅન્કોમાં જ ઉપલબ્ધ છે. ૨,૦૦૦ રૂપિયાની નોટ લીગલ ટેન્ડર હોવાથી ગ્રાહકો જમા કરાવી શકે છે, એમ સૂત્રોએ જણાવ્યું હતું.લોકો મંગળવારથી તેમની ૨,૦૦૦ રૂપિયાની નોટની આપ-લે અથવા જમા કરાવવાનું શરૂ કરી શકે છે. રિઝર્વ બૅન્કે ગયા અઠવાડિયે ઉચ્ચ મૂલ્યની કરન્સીને ચલણમાંથી પાછી ખેંચવાના નિર્ણયની જાહેરાત કરતી વખતે જણાવ્યું હતું.

ભારતીય રિઝર્વ બૅન્કે ૨,૦૦૦ રૂપિયાના મૂલ્યની ચલણી નોટો ચલણમાંથી પાછી ખેંચી લેવાનો નિર્ણય કર્યો હતો, પરંતુ ઉમેર્યું હતું કે તેઓ કાનૂની ટેન્ડર તરીકે ચાલુ રહેશે. આરબીઆઇએ બૅન્કોને તાત્કાલિક અસરથી નોટ જારી કરવાનું બંધ કરવાની પણ સલાહ આપી હતી.

ડીમૉનેટાઇઝેશન દરમ્યાન તત્કાલીન ૧,૦૦૦ રૂપિયા અને ૫૦૦ રૂપિયાની નોટોની કાનૂની ટેન્ડરની સ્થિતિ પાછી ખેંચી લેવામાં આવી ત્યારે આવી ઉચ્ચ મૂલ્યની ચલણી નોટો મુખ્યત્વે સિસ્ટમમાંથી લેવામાં આવતાં નાણાંની કિંમતને ઝડપથી ભરવા માટે જારી કરવામાં આવી હતી.

business news