24 July, 2019 03:42 PM IST | Mumbai
Mumbai : બહુ ઓછા લોકોને ખ્યાલ હશે કે ભારતના એક સમયના સ્ટાર ટેનીસ ખેલાડી આનંદ અમૃતરાજ પુત્ર સ્ટીફન અમૃતરાજે હાલની અમેરિકાની જાણીતી ટેનિસ ખેલાડી એલિસન રિસ્કે સાથે લગ્નગ્રંથીથી જોડાઇ ગયો છે. એલિસન રિસ્કે હાલમાં જ પુરી થયેલી વિમ્બલડન 2019માં મહિલા કેટેગરીમાં ક્વાર્ટર ફાઇનસ સુધી પહોંચી હતી. સ્ટીફન અમૃતરાજના પિતા આનંદ અમૃતરાજ ડેવિસ કપમાં એક સમયે ભારતીય ટીમના સુકાની રહી ચુક્યા છે. બંને લાંબા સમયથી એકબીજા સાથે સમય વીતાવી રહ્યા હતા. લગ્નના પ્રસંગે ભારતીય ફેન્સને ખુશ કરવા માટે એલિસને બોલિવૂડ સોન્ગ પર ડાન્સ કર્યો હતો.
લગ્નમાં બોલિવૂડ સોન્ગ પર ડાન્સનો વીડિયો શેર કરતાં એલિસને લખ્યું કે, હવે ઓફિશિયલી હું એક અમૃતરાજ થઈ ગઈ છું. હું ખુબ જ ભાગ્યશાળી છે, કે મને સ્ટીફન અમૃતરાજ જેવો માણસ મળ્યો. મારા નવા ભારતીય ફોલોઅર્સ ક્યાં છે. હું થોડી બોલિવૂડી થવાની કોશિશ કરી રહી છું, અને તમારું દિલ જીતવાની પણ કોશિશ કરી રહી છું.
આ પણ જુઓ : કોણ છે આ ગ્લેમરસ ચહેરો, મૅચ દરમિયાન થઈ રહ્યો છે ફૅમસ
એલિસને કેટરિના કૈફના ગીત પર ડાન્સ કર્યો
એલિસને કેટરિના કૈફના સોન્ગ પર ડાન્સ કર્યો હતો, અને આ માટે તેણે વિશેષ તૈયારીઓ પણ કરી હતી .તેની સાથે અન્ય એક ફ્રેન્ડ અને બાદમાં પરિવારના અન્ય લોકો પણ ડાન્સમાં જોડાયા હતા. અને તમામ લોકો બોલિવૂડ સોન્ગ પર એક લયમાં ડાન્સ કરતાં હતા.