07 October, 2020 01:39 PM IST | New Delhi | Agencies
સાઇના-કશ્યપ
સ્ટાર બૅડ્મિન્ટન પ્લેયર સાઇના નેહવાલ અને તેનો પતિ પરુપલ્લી કશ્યપે ૧૩મી ઑક્ટોબરથી શરૂ થનારી ડેન્માર્ક ઓપન સુપર ૭૫૦ ટુર્નામેન્ટમાંથી ખસી જવાનું ગઈ કાલે જાહેર કર્યું હતું. બન્નેએ આ ટુર્નામેન્ટમાં એન્ટ્રી મોકલી હતી અને ગયા મહિને અસોસિએશને મંજૂરીનો પત્ર પણ મોકલી આપ્યો હતો, પણ હવેની પરિસ્થિતિ જોતાં તેઓએ પોતાનું નામ પાછું ખેંચી લીધું છે. પી. વી. સિંધુ પહેલાં હટી ગઈ હોવાથી આ ટુર્નામેન્ટમાં કોઈ ભારતીય ખેલાડી નથી રહ્યો.