પ્રજ્ઞાનાનંદે ફરી વર્લ્ડ નંબર વન કાર્લસેનને હરાવ્યો

04 June, 2026 02:28 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

નૉર્વે ચેસ ટુર્નામેન્ટમાં ભારતનો વર્લ્ડ ચૅમ્પિયન ડી. ગુકેશ આઠમા રાઉન્ડમાં હારીને આઉટ...

પ્રજ્ઞાનાનંદ

ભારતના યુવા ગ્રૅન્ડમાસ્ટર આર. પ્રજ્ઞાનાનંદે વર્લ્ડ નંબર વન ચેસ ખેલાડી મૅગ્નસ કાર્લસેનને તેના જ હોમટાઉન (નૉર્વે)માં ફરી જોરદાર ઝટકો આપ્યો છે. પ્રજ્ઞાનાનંદે નૉર્વે ચેસ 2026 ટુર્નામેન્ટમાં બીજી વખત કાર્લસેનને ક્લાસિકલ ગેમમાં હરાવીને આ પ્રતિષ્ઠિત ટુર્નામેન્ટનો પ્રથમ ભારતીય ચૅમ્પિયન બનવાની આશા જીવંત રાખી હતી. આ જીત સાથે પ્રજ્ઞાનાનંદ ૧૨ પૉઇન્ટ સાથે ત્રીજા નંબરે પહોંચી ગયો છે અને હજુ બે રાઉન્ડ રમાવાના બાકી છે.

૨૦ વર્ષનો પ્રજ્ઞાનાનંદ આ વર્ષે ક્લાસિકલ ચેસમાં કાર્લસેનને બે વાર હરાવનારો પ્રથમ ખેલાડી બની ગયો હતો.

બીજી તરફ ભારતનો જ વર્લ્ડ ચૅમ્પિયન ડી. ગુકેશ આઠમા રાઉન્ડમાં હારી જતાં ટુર્નામેન્ટમાં તેની સફર સમાપ્ત થઈ ગઈ હતી.

world chess championship chess sports news