ઑસ્ટ્રેલિયન ઓપન : દિવિજે પુરુષ ડબલ્સના બીજા રાઉન્ડમાં કરી એન્ટ્રી

23 January, 2020 01:18 PM IST  |  Melbourne

ઑસ્ટ્રેલિયન ઓપન : દિવિજે પુરુષ ડબલ્સના બીજા રાઉન્ડમાં કરી એન્ટ્રી

દિવિજ શરન

ઑસ્ટ્રેલિયન ઓપનમાં અનેક પ્લેયરો પોતપોતાના પર્ફોર્મન્સ દ્વારા આગેકૂચ કરી રહ્યા છે. ઇન્ડિયન પ્લેયર દિવિજ શરન અને અર્ટેમ સિટકની જોડીએ પાબ્લો બુસ્તા અને જોઆઓ સૌસાની જોડીને માત્ર ૨૮ મિનિટમાં ૬-૪, ૭-૫થી મહાત આપીને બીજા રાઉન્ડમાં એન્ટ્રી કરી છે. સામા પક્ષે ટેનિસ સ્ટાર પ્લેયર નોવાક જૉકોવિચે પણ બીજા રાઉન્ડમાં પોતાના હરીફ તત્સુમા ઇટોને પછડાટ આપીને ત્રીજા રાઉન્ડમાં એન્ટ્રી કરી છે. જૅપનીઝ પ્લેયરને જૉકોવિચે ૬-૧, ૬-૪, ૬-૨થી ૯૫ મિનિટમાં પરાજય આપ્યો હતો. ત્રીજા રાઉન્ડમાં જૉકોવિચનો મુકાબલો જૅપનીઝ પ્લેયર યોશીહિટો નિશીઓકા સામે થશે. બીજા રાઉન્ડની મૅચ જીતીને જૉકોવિચ ૯૦૦મી મૅચ જીત્યો છે.

મહિલા એકલ વર્ગમાં ડિફેન્ડિંગ ચૅમ્પિયન નાઓમી ઓસાકાએ ચાઇનાની ઝેન્ગ સાઇસાઇને મહાત આપીને ત્રીજા રાઉન્ડમાં એન્ટ્રી કરી છે. નાઓમીએ પોતાના હરીફ પ્લેયરને ૬-૨, ૬-૪થી હરાવીને ૮૦ મિનિટમાં ગેમ જીતી લીધી હતી. સેરેના વિલિયમ્સે પણ ગઈ કાલે બીજા રાઉન્ડની મૅચ તમારા ઝિદાન્સેકને ૬-૨, ૬-૩થી મહાત આપી ત્રીજા રાઉન્ડમાં પ્રવેશ કર્યો હતો. ગ્રૅન્ડસ્લૅમમાં તેની આ ૩૫૦મી જીત હતી. ત્રીજા રાઉન્ડમાં હવે તેનો મુકાબલો ચાઇનાની વેન્ગ ક્વેન્ગ સામે આવતી કાલે થશે.

tennis news sports news australian open melbourne serena williams