કવિ ઋષભદાસે રચેલી અદ્ભુત કૃતિ , કુમારપાળ રાજાનો રાસ વિશે યત્કિંચિત

21 October, 2018 07:53 AM IST  | 

કવિ ઋષભદાસે રચેલી અદ્ભુત કૃતિ , કુમારપાળ રાજાનો રાસ વિશે યત્કિંચિત



જૈન દર્શન - ચીમનલાલ કલાધર

મધ્યકાલીન જૈન સાહિત્યક્ષેત્રે જે બહુશ્રુત સાધુ-મહાત્માઓ અને વિદ્વાન શ્રાવકો થયા એમાં સત્તરમી સદીમાં થયેલા કવિ ઋષભદાસનું નામ અગ્રસ્થાને ગણાવી શકાય. કવિ ઋષભદાસ વીસા પ્રાગવંશીય (પોરવાડ) જૈન જ્ઞાતિના હતા. તેમનો જન્મ પ્રાચીન નગરી ખંભાતમાં થયો હતો. તેમના પિતા સાંગણ અને માતા સરુપદિવીના ધર્મસ્ાંસ્કારનો વારસો તેમણે શોભાવ્યો હતો. કવિ ઋષભદાસ શ્વેતામ્બર મૂર્તિપૂજક તપાગ્ાચ્છ જૈન સમુદાયના સુખી અને શ્રીમંત શ્રાવક હતા. તેઓ બારવþતધારી શ્રાવક પણ હતા. તેમના ગુરુ વિજયહીરસૂરી અને તેમના શિષ્ય વિજયસેનસૂરિનો તેમના પર ભારે પ્રભાવ હતો. તેમના સમયે બાદશાહ જહાંગીર અને એ પછી શાહજહાંનું શાસન હતું. તેમણે ૩૪ જેટલા રાસ, ૫૮ જેટલાં સ્તવનો ઉપરાંત અન્ય અનેક રસપ્રદ રચનાઓ એ વખતના જૈન સમાજને ભેટ ધરી હતી. તેમના રાસસાહિત્યમાં મુખત્વે હીરવિજયસૂરિનો રાસ, ઋષભદેવનો રાસ, કુમારપાળ રાજાનો રાસ, રોહિણિય રાસ, વþતવિચાર રાસ, હિતશિક્ષાનો રાસ, ભરત-બાહુબલીનો રાસ વગેરેનો સમાવેશ થાય છે. તેમની રચનાઓમાં વિશિષ્ટ કવિત્વશક્તિ જોવા મળે છે. કવિ ઋષભદાસ એક ગૃહસ્થ કવિ હતા. તેમણે રચેલાં સ્તવનો, સજ્ઝાયો, થોયો, સ્તુતિઓ અને કૃતિઓનો માત્ર ગૃહસ્થી જ નહીં, અનેક સાધુ-મહાત્માઓ પણ હોંશે-હોંશે ઉપયોગ કરે છે. આ તેમની ઉત્કૃષ્ટ અને લોકપ્રિય સર્જનકલાને આભારી છે.

આજે અહીં ચારસો વર્ષ પહેલાં તેમણે રચેલી એક અદ્ભુત રાસકૃતિ ‘કુમારપાળ રાજાનો રાસ’ વિશે થોડી વાતો પ્રસ્તુત છે. કુમારપાïળ રાજાના રાસનું વિસ્તૃત વિવેચન ભાવનગરના પંડિત શ્રી કુંવરજી આણંદજી કાપડિયાએ શરૂ કર્યું હતું. આ કાર્ય પૂરું થાય એ પહેલાં જ તેમનો સ્વર્ગવાસ થતાં તેમનું અધૂરું રહેલું કાર્ય વઢવાણના મનસુખલાલ ડાહ્યાભાઈ શાહે હાથમાં લઈને પૂÊરું કર્યું હતું અને એ રાસગ્રંથ જૈન ધર્મપ્રસારક સભા, ભાવનગર દ્વારા પ્રગટ કરવામાં આવ્યો હતો. એ પછી વિશેષ સંશોધન-વિવેચન કરીને આ રાસગ્રંથ વાપીના કુસુમ અમૃત ટ્રસ્ટ દ્વારા પૂ. ગણિવર્ય શ્રી હિતવર્ધનવિજયજી મહારાજસાહેબના સંપાદન હેઠïળ પ્રગટ થયો હતો. ૩૩૦ પાનાંનો આ રાસગ્રંથ પ્રત્યેક જિજ્ઞાસુએ વાંચવા જેવો છે. આ રાસગ્રંથમાં જે જીવનઘડતરની બોધદાયક વાતો આવે છે એ સૌના હૃદયને સ્પર્શી જાય એવી મર્મલક્ષી છે.

આ રાસકૃતિનો પ્રારંભ કરતાં કવિ કહે છે:

સકલ સિદ્ધ સુપરે નમું, નમું તે શ્રી ભગવંત

નમું તે ગણધર કેવળી, નમું તે મુનિજન સંત

નમું તે જિનબિંબને, નમું તે સૂત્ર સિદ્ધાંત

નમું ચતુર્વિધ સંઘને, નમું તે નર મહંત

કુમારપાળ રાજાના ગુરુ હેમચંદ્રાચાર્ય છે. તેમના ઉપદેશથી જ તેમણે જૈન ધર્મ સ્વીકાર્યો હતો. હેમચંદ્રાચાર્ય એક વાર પાટણમાં એક શ્રાવકને ત્યાં ગોચરી અર્થે ગયેલા. તે શ્રાવકની ગરીબાઈ જોઈને હેમચંદ્રાચાર્યે ઘણું દુ:ખ અનુભવ્યું. તેમને ત્યાંથી વહોરી લાવેલો ખાદીનો ટુકડો હેમચંદ્રાચાર્યે પરિધાન કર્યો. આવું ર્જીણ વjા પરિધાન કરેલા ગુરુદેવને જોઈને તેમને વંદન કરવા આવેલા કુમારપાળે પૃચ્છા કરી કે ‘હું આ શું જોઈ રહ્યો છું? આવું વjા રાજ્યના ગુરુ ધારણ કરી શકે ખરા?’

ગુરુદેવે કહ્યું, ‘પહેલાં રાજ્યના સિદાતા સાધર્મિકો તરફ લક્ષ્ય આપીને તેમના ઉદ્ધારનું કાર્ય કર.’

કવિ આ ઘટના વિશે સરસ શબ્દોમાં કવિત્વશક્તિ દાખવે છે:

સાધર્મિ સિદાતા જાણી, ન કરે તેહની સાર

તે લક્ષ્મી શું કામની, જેણે નવી કર્યો ઉદ્ધાર

દીન ઉદ્ધાર નવી કર્યો, તે ચૂક્યા સંસાર

અતિ ઊંડા ધન ભૂમિ ઘાલે, જાણે નર્ક મોઝાર

કુમારપાળ રાજાના આ રાસમાં કવિ ઋષભદાસે કરેલું એ વખતના ગુજરાતના અધિપતિ સિદ્ધરાજ જયસિંહ, કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય, કુમારપાળ રાજા, ઉદયન મંત્રી વગેરેનું રસપ્રદ ચિત્રણ આવે છે. આ ઉપરાંત પાટણ, ખંભાત, સિદ્ધાચલજી, ગિરનારજી વગેરે ર્તીથભૂમિઓનું પણ પ્રભાવક વર્ણન આવે છે. પહેલાંના વખતમાં જે ગદ્ય-પદ્ય સાહિત્યસર્જન થતું એમાં સવિશુદ્ધ જીવન જીવવાની અણમોલ વાતો વણી લેવાતી. રાજા હોય તો તેનો પ્રજા માટેનો કલ્યાણકારી વહીવટ, ગૃહસ્થ હોય તો તેના ધંધા-વ્યાપારની પ્રામાણિકતાને ખાસ આવરી લેવાતી. કવિ ઋષભદાસરચિત ‘કુમારપાળ રાજાના રાસ’માં આ બધાં જ ઉમદાં તkવો નજરે ચડે છે. જગ્યાની મર્યાદાને લીધે આ રાસકૃતિની વિશેષ સમજ આપવાનું શક્ય નથી, પરંતુ જિજ્ઞાસુઓ જૈન જ્ઞાનભંડારોમાંથી કે ગુરુદેવો પાસેથી આ રાસકૃતિ મેળવીને એના પર ચિંતન-મનન કરી શકે છે.