ફારસી કહેવત ટાંકીને ઈરાને ટ્રમ્પના દાવાની મજાક ઉડાવી

18 April, 2026 09:32 AM IST  |  Tehran | Gujarati Mid-day Correspondent

ટ્રમ્પે કહ્યું હતું કે અમેરિકા ઈરાન સાથે એક મોટો સોદો કરવાની નજીક છે જે અમને મફત તેલ અને મફત હોર્મુઝ સ્ટ્રેટ આપશે

ડોનલ્ડ ટ્રમ્પની ફાઇલ તસવીર

ઈરાન સાથે મોટો કરાર થઈ રહ્યો છે એવા ડોનલ્ડ ટ્રમ્પના દાવાની ઈરાનના સરકારી મીડિયાએ મજાક ઉડાવી છે. ટ્રમ્પે કહ્યું હતું કે અમેરિકા ઈરાન સાથે એક મોટો સોદો કરવાની નજીક છે જે અમને મફત તેલ અને મફત હોર્મુઝ સ્ટ્રેટ આપશે.

આ મુદ્દે ઈરાની મીડિયાએ કહ્યું હતું કે ટ્રમ્પ હવામાં કિલ્લાઓ બનાવી રહ્યા છે. ફારસી ભાષામાં આના માટે એક કહેવત છે : ઊંટ કપાસિયાનાં સપનાં જુએ છે, ક્યારેક એને ગળી જાય છે, ક્યારેક એને અનાજ સાથે ખાય છે.

ઈરાને ટ્રમ્પના ઇન્ટરવ્યુની એક ક્લિપ શૅર કરી હતી અને ફારસી કહેવત ટાંકી હતી. આ કહેવતનો અર્થ છે કે આ એવાં સપનાં છે જે વાસ્તવિકતાથી ઘણાં દૂર છે.

આ કહેવતનો ઉપયોગ ઘણી વાર એવી વ્યક્તિનું વર્ણન કરવા માટે થાય છે જેની અવાસ્તવિક ઇચ્છાઓ હોય છે અથવા એવી વસ્તુનાં સપનાં હોય છે જે બનવાની શક્યતા નથી. ભૂતકાળમાં ઈરાનના છેલ્લા સુપ્રીમ લીડર અલી ખામેનેઈએ ટ્રમ્પની મજાક ઉડાવવા માટે એનો ઉપયોગ કર્યો હતો. 

donald trump united states of america iran mojtaba khamenei israel international news world news news