યુટ્યુબે એક અઠવાડિયું ટ્રમ્પની ચૅનલ સસ્પેન્ડ કરી

14 January, 2021 03:56 PM IST  |  Mumbai | Agencies

યુટ્યુબે એક અઠવાડિયું ટ્રમ્પની ચૅનલ સસ્પેન્ડ કરી

તસવીર સૌજન્ય જાગરણ

અમેરિકાના પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પ આંતરરાષ્ટ્રીય સ્તરે ટીકાઓનો ભોગ બનવા અને સ્થાનિક સ્તરે અપમાનિત થવા ઉપરાંત સોશ્યલ નેટવર્કિંગ સાઇટ્સ તરફથી પણ અપમાનો સહન કરી રહ્યા છે. કોઈ પણ રાજકીય નેતા સામે ન લેવાયાં હોય એવાં પગલાં રિપબ્લિકન નેતા ડોનલ્ડ ટ્રમ્પ સામે સોશ્યલ નેટવર્કિંગ સાઇટ્સ તરફથી લેવાઈ રહ્યાં છે. કૅપિટલ હિલ પર હિંસા બાદ ટ્વિટરનો અકાઉન્ટ કાયમી સસ્પેન્ડ કરવામાં આવ્યા પછી હવે ડોનલ્ડ ટ્રમ્પની યુટ્યુબ ચૅનલ એક અઠવાડિયા માટે સસ્પેન્ડ કરવામાં આવી છે.
યુટ્યુબના સંચાલકોએ ગઈ કાલે સોશ્યલ નેટવર્કિંગ સાઇટ ટ્વિટર પર લખેલી પોસ્ટમાં જણાવ્યું હતું કે ડોનલ્ડ ટ્રમ્પની યુટ્યુબ ચૅનલ પર તાજેતરમાં પોસ્ટ કરવામાં આવેલું કન્ટેન્ટ અમારી નીતિઓનો ભંગ કરનારું હોવાથી એ ચૅનલ સસ્પેન્ડ કરવામાં આવી છે. જોકે ચોક્કસ કયા વિડિયોના અનુસંધાનમાં યુટ્યુબ તરફથી આ પગલું લેવામાં આવ્યું છે, એની સ્પષ્ટતા કરવામાં આવી નહોતી.

donald trump youtube international news