વિશ્વના સૌથી જાડિયા બાળકે વજન ઘટાડ્યું ૧૦ વર્ષે ૧૯૨ ,૧૩ વર્ષે 80 કિલો

11 April, 2019 08:47 AM IST  |  ઈન્ડોનેશિયા

વિશ્વના સૌથી જાડિયા બાળકે વજન ઘટાડ્યું ૧૦ વર્ષે ૧૯૨ ,૧૩ વર્ષે 80 કિલો

3 વર્ષમાં ઉતાર્યુ 82 કિલો વજન

ઇન્ડોનેશિયામાં રહેતો આર્ય પર્માના નામનો કિશોર એક સમયે વિશ્વનો સૌથી જાડિયો બાળક હતો. આખો દિવસ જન્ક-ફૂડ, ગળ્યાં પીણાં અને ફ્રાઇડ ચિકન જેવી ચીજો ખાઈ-ખાઈને તે એટલો ગોળમટોળ થઈ ગયો હતો કે તેને બેસવા-ઊભા થવામાં પણ તકલીફ પડતી હતી. ૧૦ વર્ષની વયે તે ૪૨૩ પાઉન્ડ એટલે કે લગભગ ૧૯૨ કિલોનો થઈ ગયો હતો. જો તેનો જીવ બચાવવો હોય તો તેનું વજન ઉતારવું મસ્ટ હતું. આખરે તેની પર બૅરિયાટ્રિક સર્જરી કરીને તેનું જઠર નાનું કરવામાં આવ્યું. રોજ બેથી ત્રણ કલાક સ્પોર્ટ્સ રમવાનું ફરજિયાત બનાવવામાં આવ્યું અને આ બધું લગભગ ચારથી પાંચ મહિના સુધી ડૉક્ટરોની નિગરાનીમાં થયું. એ પછી આર્યને નવી જીવનશૈલી ગોઠી ગઈ. તેનો ખોરાક પરનો કન્ટ્રોલ વધ્યો અને હવે તેણે લગભગ ૧૧૨ કિલો જેટલું વજન ઘટાડી દીધું છે. પહેલાં કરતાં તેનો ઘેરાવો ત્રીજા ભાગનો થઈ ગયો છે. જોકે હવે સમસ્યા છે ચરબી ઘટ્યા પછી લબડી પડેલી ચામડીની. ઘટેલા વજન પછી હવે લબડેલી ચામડી સર્જરી કરીને દૂર કરવાની તૈયારીઓ ચાલી રહી છે. ડૉક્ટરોનું માનવું છે કે હાલમાં વધારાની ચામડીનું વજન પણ લગભગ ત્રણથી ચાર કિલો જેટલું હશે.

offbeat videos hatke news