આજે વિશ્વાસનો મત જીતશે ઇમરાન ખાન?

06 March, 2021 01:21 PM IST  |  Mumbai | Agencies

આજે વિશ્વાસનો મત જીતશે ઇમરાન ખાન?

આજે વિશ્વાસનો મત જીતશે ઇમરાન ખાન?

આજે પાકિસ્તાનની સંસદના નીચલા ગૃહ નૅશનલ અસેમ્બ્લીમાં ઇમરાન ખાનની સરકાર વિરુદ્ધ વિપક્ષોની અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરાતાં સરકાર વિશ્વાસનો મત લેશે. વિશ્વાસનો મત લેતાં પૂર્વે વડા પ્રધાન ઇમરાન ખાને ગઈ કાલે સહયોગી પક્ષોની સાથે મંત્રણા કરી હતી. સૅનેટની ચૂંટણીમાં પાકિસ્તાનના નાણાપ્રધાન અબ્દુલ હાફિઝ શેખની હાર પછી વિરોધ પક્ષોએ વડા પ્રધાન ઇમરાન ખાનના રાજીનામાની માગણી કરી હતી, આથી ઇમરાન ખાને પડકાર ઝીલીને શનિવારે નૅશનલ અસેમ્બ્લીમાં પીટીઆઇમાં બહુમતી પુરવાર કરવાની જાહેરાત કરી હતી. શાસક પક્ષની વિશ્વાસનો મત લેવા-બહુમતી પુરવાર કરવા વડા પ્રધાનની ભલામણથી રાષ્ટ્રપતિ આરિફ અલવીએ શનિવારે નૅશનલ અસેમ્બ્લીના વિશેષ સત્રનું આયોજન કર્યું છે.

international news pakistan imran kha