અમેરિકાની સ્કૂલમાં હત્યાકાંડ કરનાર ટ્રાન્સજેન્ડર હતો

29 March, 2023 12:25 PM IST  |  Nashville | Gujarati Mid-day Correspondent

એનબીસી ન્યુઝે આપેલી મુલાકાતમાં તેમણે કહ્યું હતું કે તપાસકર્તાઓનું માનવું છે કે હત્યારાને એ સ્કૂલમાં જવા સામે કોઈ પ્રકારનો વાંધો હતો

ઑડ્રે એલિઝાબેથ હૅલ

નૅશવિલેમાં ક્રિશ્ચિયન ઍલિમેન્ટરી સ્કૂલના દરવાજામાંથી ગોળીબાર કરી ત્રણ બાળકો અને ત્રણ પુખ્ત વયના લોકોની હત્યા કરનાર હત્યારો નૅશવિલે સ્કૂલનો ભૂતપૂર્વ સ્ટુડન્ટ છે, જે સંભવિત પ્રવેશદ્વાર સાથે સ્કૂલના વિગતવાર નકશા સાથે આવ્યો હતો અને હત્યાકાંડ કરતાં પહેલાં તેણે બિલ્ડિંગનો સર્વે પણ કર્યો હતો.  

સોમવારે પોલીસ દ્વારા ઠાર મરાતાં પહેલાં શૂટરે શા માટે કૉન્વેન્ટ સ્કૂલમાં ગોળીબાર કર્યો એનું કારણ નહોતું જણાવ્યું, પરંતુ તેમણે શૂટરની પૂર્વ તૈયારીઓ વિશે વિગતવાર સમજ આપી હતી. એનબીસી ન્યુઝે આપેલી મુલાકાતમાં તેમણે કહ્યું હતું કે તપાસકર્તાઓનું માનવું છે કે હત્યારાને એ સ્કૂલમાં જવા સામે કોઈ પ્રકારનો વાંધો હતો. બપોરે કરેલી પત્રકાર પરિષદમાં પોલીસ ચીફે કહ્યું હતું કે હત્યારો ટ્રાન્સજેન્ડર છે તેમ જ તેની ઓળખ ઑડ્રે એલિઝાબેથ હૅલ તરીકે કરવામાં આવી હતી.  

international news united states of america washington Crime News