અમેરિકામાં સજાતીય લગ્નને મળી કાનૂની મંજૂરી

15 December, 2022 10:20 AM IST  |  Washington | Gujarati Mid-day Correspondent

રાષ્ટ્રપતિ જો બાઇડને સમલૈંગિક વિવાહના ખરડા પર સહી કરી, કમલા હૅરિસે ખરડાને ગણાવ્યો હતો ઐતિહાસિક

મંગળવારે વૉશિંગ્ટનમાં ખરડા પર સહી કરતા અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડન.

વૉશિંગ્ટન : અમેરિકામાં રહેતા સમલૈંગિક લોકો માટે મંગળવારનો દિવસ ઐતિહાસિક બની રહેશે, કેમ કે આ દિવસે અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડને સમલૈંગિક વિવાહના ખરડા પર હસ્તાક્ષર કર્યા છે. અમેરિકી કૉન્ગ્રેસે પણ ખરડાને અગાઉ મંજૂરી આપી હતી.

સમાચાર એજન્સી શિન્હુઆના અહેવાલ મુજબ અમેરિકી કૉન્ગ્રેસ દ્વારા આ ખરડાને મંજૂર કરાયા બાદ મંગળવારે રાષ્ટ્રપતિએ પણ એના પર મંજૂરીની મહોર લગાવી હતી. અન્ય બાબતો ઉપરાંત આ અધિનિયમ ૧૯૯૬ના અધિનિયમની જોગવાઈઓને ઉલટાવે છે, જે મુજબ કોઈ પણ રાજ્યએ અન્ય રાજ્યમાં થયેલાં કોઈ પણ લગ્નની માન્યતા આપવી જરૂરી હોય છે. આ ખરડા પર હસ્તાક્ષર કરાયા બાદ અમેરિકાનાં ઉપરાષ્ટ્રપતિ કમલા હૅરિસે એને ઐતિહાસિક ખરડો ગણાવ્યો હતો. 

international news joe biden white house lesbian gay bisexual transgender united states of america