બાઇડને લાખો ભારતીયોને આપી ખાસ ભેટ

27 February, 2021 12:12 PM IST  |  Washingto | Gujarati Mid-day Correspondent

બાઇડને લાખો ભારતીયોને આપી ખાસ ભેટ

ફાઈલ તસવીર

અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડને ડોનલ્ડ ટ્રમ્પનો વધુ એક નિર્ણય પલટાવી નાખ્યો છે, જેનો સૌથી વધુ ફાયદો ભારતીયોને થશે. બાઇડને ગ્રીન કાર્ડ પર લગાવવામાં આવેલો પ્રતિબંધ હટાવી લીધો છે. પ્રશાસન તરફથી કહેવામાં આવ્યું છે કે આ કાયદો અમેરિકામાં કાયદેસર પ્રવાહને રોકી રહ્યો હતો.

ડોનલ્ડ ટ્રમ્પે પોતાના કાર્યકાળ દરમ્યાન કોરોના વૈશ્વિક મહામારીનો હવાલો આપતાં ગ્રીન કાર્ડ જાહેર કરવા અને ગ્રીન કાર્ડ‍ધારકોને અમેરિકામાં પ્રવેશતા અટકાવવા પ્રતિબંધ લગાવ્યો હતો.

અમેરિકામાં સત્તાપરિવર્તન થતાની સાથે જ રાષ્ટ્રપતિ જો બાઇડને ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રમ્પના એક પછી એક નિર્ણય પલટાવવાનું શરૂ કરી દીધું છે. હવે બાઇડને ટ્રમ્પનો વધુ એક નિર્ણય ઉલટાવતાં ગ્રીન કાર્ડ પર લાગેલા પ્રતિબંધને હટાવ્યો છે.

international news united states of america joe biden donald trump