08 September, 2025 10:54 AM IST | Washington | Gujarati Mid-day Correspondent
ડોનલ્ડ ટ્રમ્પ અને શી જિનપિં
ચીન અને અમેરિકા વચ્ચે ટૅરિફ-વિવાદ વચ્ચે અમેરિકાના પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પ ઑક્ટોબરમાં ચીનના પ્રેસિડન્ટ શી જિનપિંગને મળી શકે છે. સાઉથ કોરિયામાં યોજાનારી એશિયા પૅસિફિક ઇકૉનૉમિક કો-ઑપરેશન (APEC)ની સાઇડલાઇન્સમાં ડોનલ્ડ ટ્રમ્પ અને શી જિનપિંગ વચ્ચે દ્વિપક્ષીય બેઠક અંગે ગંભીર ચર્ચા થઈ છે, પરંતુ આ માટેની કોઈ નક્કર યોજના નથી. ટ્રમ્પે ભારત અને રશિયા પર ચીનની નજીક આવવાનો આરોપ લગાવ્યા બાદ આ વાત સામે આવી છે. નૉર્થ કોરિયાના નેતા કિમ જૉન્ગ-ઉન પણ આ સમિટમાં હાજરી આપી શકે છે.
ઉલ્લેખનીય છે કે શી જિનપિંગે ગયા મહિને ફોન પર ટ્રમ્પ અને તેમનાં પત્નીને ચીનની મુલાકાત લેવાનું આમંત્રણ આપ્યું હતું, જેનું અમેરિકી પ્રેસિડન્ટે પણ સ્વાગત કર્યું હતું. જોકે કોઈ તારીખ નક્કી કરવામાં આવી નથી.