આ કંપનીને જોઈએ છે સૌથી વધારે ઊંઘ લેનાર કર્મચારી, સાથે મળશે આ ખાસ સુવિધાઓ

09 August, 2022 03:10 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

કંપનીની જૉબ પોસ્ટિંગ પ્રમાણે, સારા ઉમેદવાર પાસે `અસામાન્ય ઊંઘની ક્ષમતા, જેટલું શક્ય હોય તેટલી ઊંઘ લેવાની ઇચ્છા અને કોઈપણ માધ્યમ દ્વારા ઊંઘવાની ક્ષમતા` હોવી જોઈએ. 

પ્રતીકાત્મક તસવીર સૌજન્ય-આઇસ્ટૉક

સંયુક્ત રાજ્ય અમેરિકામાં એક મેટ્રેસ કંપની (Mattress Company) "અસામાન્ય ઊંઘની ક્ષમતા" સાથે એક પેશાવર ઝોલું ખાનારાની શોધ કરી રહી છે. ન્યૂયૉર્ક સ્થિત કંપની કૈસ્પર (New York-based Company Casper) `કેસ્પર સ્લીપર્સ`ને કામ પર રાખી રહી છે, જેમને પેશાવર સ્લીપર તરીકે પોતાના અનુભવ વિશે સોશિયલ મીડિયા પર સામગ્રી પણ બનાવવાની રહેશે. કંપનીની જૉબ પોસ્ટિંગ પ્રમાણે, સારા ઉમેદવાર પાસે `અસામાન્ય ઊંઘની ક્ષમતા, જેટલું શક્ય હોય તેટલી ઊંઘ લેવાની ઇચ્છા અને કોઈપણ માધ્યમ દ્વારા ઊંઘવાની ક્ષમતા` હોવી જોઈએ. 

કંપનીએ કહ્યું, "અમારા સ્ટોરમાં ઊંઘો અને વિશ્વમાં અનપેક્ષિત સેટિંગ્સ સાથે. દુર્લભ અવસરે તમે સૂતાં નથી, કેસ્પર સોશિયલ મીડિયા ચેનલ પર પોસ્ટ કરવામાં આવતી ટિકટૉક-શૈલીની સામગ્રી બનાવીને બીજા સાથે પોતાનો અનુભવ શૅર કરો."

આમાં આગળ કહેવામાં આવ્યું છે કે ઉમેદવારને `બધી વસ્તુઓ શૅર કરવાના અને ઊંઘવા વિશે વાત કરવાનો જુનૂન` પણ હોવો જોઈએ. આ સિવાય, ઊંઘવા માટે પેમેન્ટ સિવાય, કેસ્પરે કહ્યું કે સફળ ઉમેદવારોને કામ કરવા માટે પજામા પહેરવાની પણ પરવાનગી હશે, કંપનીના મફત ઉત્પાદો સુધી પહોંચાડવામાં આવશે અને તેમની પાસે અંશકાલિક કાર્યક્રમ પણ હશે.

કંપનીએ કહ્યું, કે ઇચ્છુક સ્લીપરોને પોતાની અરજીના ભાગરૂપે ટિકટૉક પર પોતાના ઊંઘવાના ટેલેન્ટને બતાવવા માટે પ્રૉત્સાહિત કરવામાં આવે છે, આ જણાવતા નોકરીની અરજી 11 ઑગસ્ટ સુધી ખુલ્લી રાખી છે.

આ દરમિયાન, કેનેડામાં એક કેન્ડી કંપનીએ જાહેરાત કરી, કે તે એક `મુખ્ય કેન્ડી અધિકારી`ની શોધમાં છે. પસંદગી કરાયેલ અરજીકર્તા દર મહિને લગભગ 3500 ઉત્પાદોનું સ્વાદ ચાખવામાં, કંપનીના બૉર્ડની બેઠક ચલાવવા અને CCO સ્ટેમ્પ સાથે નવી કેન્ડી ઇન્વેન્ટ્રીને પાસ કરવા માટે જવાબદાર રહેશે.

કેન્ડી ફનહાઉસે કહ્યું કે ઉમેદવારોમાં કન્ફેક્શનરી ઉત્પાદોનો આનંદ માણવા માટે એક અતૂટ ઉત્સાહ અને ઉત્સુકતા હોવી જોઈએ, જેને સુરક્ષિત રીતે કહેવામાં આવી શકે કે આ આબાદી માટે એક મોટા દળનું વર્ણન કરે છે. પદ પાંચ વર્ષ કે તેનાથી વધારે ઉંમરના કોઈપણ વ્યક્તિ માટે ઓપન છે, અને કોઈપણ પૂર્વાનુભવની જરૂર નથી. ઇચ્છુક લોકો 31 ઑગસ્ટ સુધી અરજી કરી શકે છે.

international news offbeat news