બાઇડનના ઘરમાં સીક્રેટ ડૉક્યુમેન્ટ્સ માટે ૧૩ કલાક સુધી સર્ચ-ઑપરેશન

23 January, 2023 11:01 AM IST  |  Washington | Gujarati Mid-day Correspondent

બાઇડનનાં ઘર અને પ્રાઇવેટ ઑફિસોમાંથી મળી આવેલા સીક્રેટ ડૉક્યુમેન્ટ્સની સંખ્યા વધીને ૧૮ થઈ છે

જો બાઇડન

વૉશિંગ્ટન (પી.ટી.આઇ.) : અમેરિકાના પ્રેસિડન્ટ જો બાઇડનના વિલમિંગ્ટન સિટીમાં આવેલા ઘરમાંથી એફબીઆઇના અધિકારીઓને વધુ સીક્રેટ ડૉક્યુમેન્ટ્સ મળી આવ્યા છે. આ ઘરમાં ૧૩ કલાક સુધી સર્ચ-ઑપરેશન ચાલ્યું હતું. બાઇડનનાં ઘરોમાંથી મળી આવેલા સીક્રેટ ડૉક્યુમેન્ટ્સની ચાલી રહેલી તપાસથી તેમના માટે રાજકીય સ્તરે અને કાયદાકીય મુશ્કેલી સર્જાઈ શકે છે. એટલું જ નહીં, ૨૦૨૪માં ફરી અમેરિકન પ્રેસિડન્ટની રેસમાં ઊભા રહેવાના તેમના ચાન્સિસ પર પણ અસર થઈ શકે છે. બાઇડનનાં ઘર અને પ્રાઇવેટ ઑફિસોમાંથી મળી આવેલા સીક્રેટ ડૉક્યુમેન્ટ્સની સંખ્યા વધીને ૧૮ થઈ છે. આ તમામ ડૉક્યુમેન્ટ્સને એફબીઆઇના એજન્ટ્સે જપ્ત કર્યા છે, જેમાં તેઓ ૨૦૦૯થી ૨૦૧૬ દરમ્યાન વાઇસ પ્રેસિડન્ટ હતા એ સમયના ડૉક્યુમેન્ટ્સ પણ સામેલ છે. 

international news washington united states of america joe biden fbi us elections