10 April, 2025 01:51 PM IST | Washington | Gujarati Mid-day Correspondent
અમેરિકા અને ચીન
અમેરિકા અને ચીન વચ્ચે ચાલી રહેલી ટૅરિફ-વૉરમાં અમેરિકાએ ચીન પર કુલ ૧૦૪ ટકાની ટૅરિફ નાખ્યા બાદ ચીને અમેરિકાના સામાન પર ૮૪ ટકાની રેસિપ્રોકલ ટૅરિફ લગાવી હતી. ચીનના નાણામંત્રાલયે જણાવ્યું હતું કે ગુરુવારથી અમેરિકાથી આવનારા માલ પર આ વધારાની ટૅરિફ લગાડવામાં આવશે. જોકે ત્યાર બાદ વીફરેલા ડોનલ્ડ ટ્રમ્પે ચીન પર કુલ ૧૨૫ ટકા ટૅરિફ લગાડવાની જાહેરાત કરી હતી. જોકે અન્ય દેશો માટે એક રાહતરૂપે ટ્રમ્પે વધારેલી રેસિપ્રોકલ ટૅરિફમાં ૯૦ દિવસનો વિરામ જાહેર કર્યો હતો અને આ સમયગાળા માટે રેસિપ્રોકલ ટૅરિફ ઘટાડીને ૧૦ ટકા કરી નાખી હતી.