19 April, 2025 07:38 AM IST | Florida | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
જો તમે કુંવારા રહેવાનું નક્કી કર્યું હોય અને સગાંસંબંધીઓ વારંવાર પૂછતા હોય કે ક્યારે સિંગલમાંથી મિંગલ થાઓ છો? ત્યારે અમેરિકાની ફ્લૉરિડા સ્ટેટ યુનિવર્સિટીના સંશોધકોનો આ અભ્યાસ જરૂર કહેજો. ધ ઑલ્ઝાઇમર્સ અસોસિએશનની જર્નલમાં છપાયેલા આ અભ્યાસમાં કહેવાયું છે કે જે
કો અનમૅરિડ છે કે પછી ટૂંકા લગ્નજીવન પછી તેમણે ડિવૉર્સ લઈ લીધા છે તેમને મૅરિડ લોકો કરતાં ડિમેન્શિયા નામનો સ્મૃતિભ્રંશનો રોગ થવાનું જોખમ ઓછું છે.
સામાન્ય રીતે મૅરિડ લોકોને કમ્પેનિયનની મેન્ટલ અને ઇમોશનલ હૂંફ મળતી હોવાથી અનેક સાઇકોલૉજિકલ ફાયદા થતા હોવાનું અભ્યાસમાં કહેવાતું આવ્યું છે. જોકે અમેરિકાની ફ્લૉરિડા સ્ટેટ યુનિવર્સિટીના સંશોધકોએ અનમૅરિડ રહેવાથી સ્મૃતિભ્રંશ જેવા ગંભીર રોગનું જોખમ ઓછું હોવાનો દાવો થયો છે. આ અભ્યાસમાં ૨૪,૦૦૦ અમેરિકન્સનો ૧૮ વર્ષ સુધી અભ્યાસ કરવામાં આવ્યો હતો. તો શું મૅરેજ એ બ્રેઇન માટે ખરાબ છે? લગ્નસંબંધને અત્યાર સુધી ખૂબ સ્ટ્રૉન્ગ પ્રોટેક્ટિવ ફૅક્ટર માનવામાં આવતું હતું, પરંતુ એને કારણે બ્રેઇનની કેટલીક ક્ષમતાઓનો ઉપયોગ ઘટી જાય તો ડિમેન્શિયા જેવી તકલીફ પેદા થઈ શકે છે. ભારતના જાણીતા ન્યુરોલૉજિસ્ટ ડૉ. અવિનાશ કુલકર્ણીનું કહેવું છે કે ‘ભારતમાં મૅરિડ સ્ત્રીઓમાં ડિમેન્શિયા વધુ જોવા મળ્યો છે. આ એવી મહિલાઓ છે જેમને તેમની પારિવારિક જવાબદારીઓ અને ભૂમિકામાં જ સીમિત રહેવાનું આવ્યું છે અને તેઓ પર્સનલ ગ્રોથ કે કરીઅરમાં આગળ વધી શકી નથી. ઇમોશનલ અસંતોષ અને જીવનમાં અધૂરપની લાગણીને કારણે મેન્ટલ હેલ્થમાં ફરક પડે છે. બાકી મૅરિટલ સ્ટેટસ માત્રથી ડિમેન્શિયાના જોખમમાં વધ-ઘટ નથી થતી.’