મીમ કૉઇન ટ્રમ્પમાંથી પોતે કોઈ કમાણી કરી નહીં હોવાની ડોનલ્ડ ટ્રમ્પની સ્પષ્ટતા

07 May, 2025 02:41 PM IST  |  Washington | Gujarati Mid-day Correspondent

પ્રમુખપદની ચૂંટણીના સમયે આ મીમ કૉઇન બહાર પાડવામાં આવ્યો હતો અને જોતજોતામાં એનો ભાવ ઘણો વધી ગયો હતો.

ડોનલ્ડ ટ્રમ્પ

ટ્રમ્પના નામના મીમ કૉઇનથી પોતે કોઈ કમાણી કરી રહ્યા ન હોવાની અમેરિકન પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પે ચોખવટ કરી છે. પ્રમુખપદની ચૂંટણીના સમયે આ મીમ કૉઇન બહાર પાડવામાં આવ્યો હતો અને જોતજોતામાં એનો ભાવ ઘણો વધી ગયો હતો. હાલમાં એનબીસી ન્યુઝ સાથેની મુલાકાતમાં ટ્રમ્પે કહ્યું હતું કે ચૂંટણી પહેલાં ટ્રમ્પ મીમ કૉઇનનો પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો હતો અને એમાંથી મેં કોઈ કમાણી કરી નથી. સોલાના બ્લૉકચેઇન પર લૉન્ચ કરાયેલા આ મીમ કૉઇનનો ભાવ ગઈ ૧૮ જાન્યુઆરીએ લૉન્ચ કરાયા બાદ ૨૪ કલાકના ગાળામાં જ વધીને ૭૭ ડૉલર થઈ ગયો હતો. હાલ એનો ભાવ ૧૦.૬૮ ડૉલર ચાલી રહ્યો છે.

દરમ્યાન, વૈશ્વિક ક્રિપ્ટોકરન્સી માર્કેટમાં મંગળવારે વૉલેટિલિટી જોવા મળી હતી. માર્કેટ કૅપિટલાઇઝેશન વધ-ઘટ બાદ ફ્લૅટ રહ્યું હતું. બિટકૉઇનનો ભાવ ૦.૨૯ ટકા વધીને ૯૪,૨૮૮ ડૉલર પહોંચ્યો હતો, જ્યારે ઇથેરિયમ ૧.૯૩ ટકા ઘટીને ૧૭૭૧ ડૉલર ચાલી રહ્યો હતો. એક્સઆરપીમાં ૧.૧૯ ટકાનો ઘટાડો થઈને ભાવ ૨.૧૧ ડૉલર થયો હતો. નોંધનીય છે કે ગયા સાત દિવસમાં આ કૉઇન ૭.૭૭ ટકા ઘટ્યો છે.

donald trump united states of america washington crypto currency bitcoin international news news world news