Watch Video: "હું કોઈ બળાત્કારી નથી, મેં કોઈનો રેપ નથી કર્યો", ટ્રમ્પ ભડક્યા

27 April, 2026 02:41 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

એપ્સ્ટીન ફાઈલ્સમાં ટ્રમ્પનું નામ ઉછળ્યું હતું અને એ મુદ્દો હજી પણ યથાવત્ છે એવું આ મેનિફેસ્ટો પરથી સાફ થાય છે. 24 કલાક પહેલાં થયેલા ફાયરિંગમાં પણ એપસ્ટીન એંગલ ચર્યાયો છે. ફાયરિંગ પછી એક ન્યુઝ એન્કરે એક ઇન્ટરવ્યુમાં ટ્રમ્પને આ અંગે સવાલ કર્યો હતો.

ડોનાલ્ડ ટ્રમ્પ

અમેરિકાના વોશિંગ્ટનમાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યક્રમમાં થયેલ ફાયરિંગની ઘટનામાં હવે નવી માહિતીઓ બહાર  પડી છે. ફાયરિંગ કરનાર કોલ ટોમસ એલનનો એક પત્ર (Manifesto) જાહેર થયો છે, જે તેણે ઘટનાના થોડા સમય પહેલા પોતાના પરિવારને મોકલ્યો હતો. આ પત્રમાં હુમલાનું કારણ અને અન્ય ઘણા મુદ્દાઓની વિગતો આપવામાં આવી છે. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે આ મેનિફેસ્ટોમાં કરાયેલા ગંભીર આરોપોને ટ્રમ્પે નકાર્યા છે. એપ્સ્ટીન ફાઈલ્સમાં ટ્રમ્પનું નામ ઉછળ્યું હતું અને એ મુદ્દો હજી પણ યથાવત્ છે એવું આ મેનિફેસ્ટો પરથી સાફ થાય છે. 24 કલાક પહેલાં થયેલા ફાયરિંગમાં પણ એપસ્ટીન એંગલ ચર્યાયો છે. ફાયરિંગ પછી એક મહિલા ન્યુઝ એન્કરે એક ઇન્ટરવ્યુ દરમિયાન ટ્રમ્પને ઓન કેમેરા હુમલાખોરના પત્રની વાત કરી અને તેમાં કરાયેલા આરોપો વિશે કહ્યું. સાંભળીને ટ્રમ્પની છટકી અને તેમણે કહ્યું કે તેઓ પોતે ન તો રેપિસ્ટ છે અને ન તો કોઈનો રેપ કર્યો છે. તેમણે નારાજગી વ્યક્ત કરતાં ન્યુઝ એન્કરને કહ્યું, “તમે એક બીમાર માણસની બકવાસ ટીવી પર વાંચી લીધો. મને એવી બાબતો સાથે જોડવામાં આવ્યો જેની સાથે મારે કોઈ લેવાદેવા નથી. મને પહેલાથી જ સંપૂર્ણપણે ક્લીન ચિટ મળી ચૂકી છે.” ટ્રમ્પે સ્પષ્ટ કર્યું છે કે, "હું ન તો બળાત્કારી છું કે ન તો પેડોફાઈલ (બાળ શૌષણ કરનાર)."

ઘટનાની વિગત અને પ્રમુખની પ્રતિક્રિયા


શનિવારે સાંજે હિલ્ટન હોટલ ખાતે આયોજિત આ કાર્યક્રમમાં જ્યારે ગોળીબાર થયો ત્યારે પ્રમુખ ટ્રમ્પ, ફર્સ્ટ લેડી મેલાનિયા ટ્રમ્પ અને ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સ ત્યાં હાજર હતા. CBS ન્યૂઝને આપેલા ઇન્ટરવ્યુમાં ટ્રમ્પે જણાવ્યું હતું કે, જ્યારે ગોળીબાર શરૂ થયો ત્યારે મેલાનિયા ટ્રમ્પ તરત જ સમજી ગયા હતા કે આ અવાજ કોઈ ટ્રે પડવાનો નહીં પણ બંદૂકની ગોળીનો છે. ટ્રમ્પે તે ક્ષણને યાદ કરતા કહ્યું, *"મેં જોયું કે તે (મેલાનિયા) ખૂબ જ પરેશાન હતા. મને શરૂઆતમાં શું થઈ રહ્યું છે તે જોવાની ઉત્સુકતા હતી, પરંતુ ટૂંક સમયમાં જ સમજાઈ ગયું કે આ એક ગંભીર સમસ્યા છે." જો કે તેમને જ્યારે પૂછ્યું કે શું તે ડર્યા હતા તો તેના જવાબમાં તેમણે એમ કહ્યું હતું કે દુનિયા આવી જ છે અને આવી ઘટનાઓ બનતી રહે છે. 

મેનિફેસ્ટો અને આરોપો પર વળતો પ્રહાર


હુમલાખોરની ઓળખ 31 વર્ષીય કોલ ટોમસ એલન તરીકે થઈ છે. ધરપકડ બાદ તેના મેનિફેસ્ટોમાં વહીવટીતંત્રના અધિકારીઓ પર ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા હતા અને ટ્રમ્પને જેફરી એપસ્ટાઈન વિવાદ સાથે જોડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ અંગે ટ્રમ્પે કડક શબ્દોમાં કહ્યું કે, "મેં તે મેનિફેસ્ટો વાંચ્યો છે. તે એક બીમાર વ્યક્તિ છે. હું એવો નથી. હું બળાત્કારી નથી, હું પેડોફાઈલ નથી. મને આ તમામ બાબતોમાંથી સંપૂર્ણપણે નિર્દોષ જાહેર કરવામાં આવ્યો છે. યુએસ એક્ટિંગ એટર્ની જનરલ ટોડ બ્લેન્ચે જણાવ્યું હતું કે, પ્રાથમિક તપાસ મુજબ શંકાસ્પદ વ્યક્તિ ટ્રમ્પ વહીવટીતંત્રના સભ્યોને નિશાન બનાવી રહ્યો હતો. હાલ તેના ઈલેક્ટ્રોનિક ઉપકરણો અને પ્રવાસના ઈતિહાસની તપાસ કરવામાં આવી રહી છે. ટ્રમ્પે આ ઘટના દરમિયાન સિક્રેટ સર્વિસની કામગીરીના વખાણ કરતા કહ્યું કે, સુરક્ષાકર્મીઓએ ખૂબ જ ઝડપથી સ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો. આ અથડામણમાં એક સુરક્ષા અધિકારી ઘાયલ થયો હોવાના અહેવાલ છે, જ્યારે પ્રમુખ અને તેમનો પરિવાર સુરક્ષિત છે. આ હુમલામાં ઈરાનનો હાથ હોવાની વાતને ટ્રમ્પે સાફ નકારી દીધી હતી.

 

donald trump united states of america us president vice president international news