આ છે અત્યાર સુધીનું સૌથી ઍડ્વાન્સ્ડ મિલિટરી ઍરક્રાફ્ટ

04 December, 2022 10:23 AM IST  |  washington | Gujarati Mid-day Correspondent

બી-૨૧ને છઠ્ઠી જનરેશનનું બૉમ્બર કહેવામાં આવે છે.

આ છે અત્યાર સુધીનું સૌથી ઍડ્વાન્સ્ડ મિલિટરી ઍરક્રાફ્ટ

વૉશિંગ્ટન ઃ અમેરિકન ઍરફોર્સે એના આગામી જનરેશનના સ્ટીલ્થ બૉમ્બરને દુનિયા સમક્ષ રજૂ કર્યું હતું, જેને અત્યાર સુધીનું સૌથી ઍડ્વાન્સ્ડ મિલિટરી ઍરક્રાફ્ટ કહેવામાં આવે છે. 
કૅલિફૉર્નિયાના શહેર પામડીલમાં અમેરિકન સંરક્ષણ મંત્રાલયના અધિકારીઓ અને કૉન્ટ્રૅક્ટર નૉર્થઓપ ગ્રુમમૅને એક કાર્યક્રમમાં બી-૨૧ રૅઇડરને રજૂ કર્યું હતું. 
બી-૨૧ને છઠ્ઠી જનરેશનનું બૉમ્બર કહેવામાં આવે છે. એક અંદાજ અનુસાર અમેરિકન ઍરફોર્સને બી-૨૧ના કાફલાને વિકસાવવા, ખરીદવા અને જાળવવા માટે આગામી ૩૦ વર્ષ સુધી ૨૦૩ અબજ ડૉલર (૧૬,૫૨૮.૫૭ અબજ રૂપિયા)નો ખર્ચ થશે. 
આ બૉમ્બર ઍરક્રાફ્ટ્સ અને સબમરીનની ટેક્નૉલૉજીનો ઉપયોગ કરીને તૈયાર કરવામાં આવ્યું છે. એને રડાર, ઇન્ફ્રારેડ અને સોનારથી પકડવું મુશ્કેલ છે. એ પરમાણુ હથિયારો લઈ જવા માટે સક્ષમ છે. ચીનને ધ્યાનમાં રાખીને એ તૈયાર કરાયું છે.

world news washington