20 December, 2018 06:57 PM IST |
નાસ્ત્રેદમસની ભવિષ્યવાણી પડશે સાચી?
એડોલ્ફ હિટલરનો ઉદય, ડાયનાના મોત, પરમાણુ બોંબ, બીજું વિશ્વ યુદ્ધ, 9/11 હુમલા અને પ્રધાનમંત્રી મોદીના મામલામાં ચોક્કસ ભવિષ્યવાણી કરનાર ફ્રાંસના ભવિષ્યવેતા માઈકલ દિ નાસ્ત્રેદમસે વર્ષ 2019 માટે ચોંકાવનારી વાતો કહી છે. નાસ્ત્રેદમસે 2019ને લઈને વિનાશની ભવિષ્યવાણી કરી હતી. બીજા અનેક ભવિષ્યવેતાઓએ 2019માં વિનાશના સંકેત આપ્યા હતા. આ ભવિષ્યવાણીઓ માનવતા માટે ખતરાની ઘંટી સમાન છે. જેમાંથી કેટલાક પર માનવીનું નિયંત્રણ છે, પરંતુ મોટાભાગની ભવિષ્યવાણીઓના મામલામાં કાંઈ કરવું માનવી માટે સંભવ નથી.
આખી દુનિયામાં લોકો નાસ્ત્રેદમસેની ભવિષ્યવાણીઓ પર લોકો વિશ્વાસ કરે છે, કારણ કે તેમની ભવિષ્યવાણીઓ પહેલા પણ સાચી સાબિત થઈ ચુકી છે. નાસ્ત્રેદમસની ભવિષ્યવાણીમાં 2019માં દુનિયા ખતમ થઈ જવાના પણ સંકેતો છુપાયા છે. જેમાં ત્રીજું વિશ્વ યુદ્ધ, પશ્ચિમી દુનિયાના પતનની ભવિષ્યવાણી છે. વ્યાખ્યાકારોના અનુસાર 2019માં આ ભવિષ્યવાણીઓ સાથી સાબિત થઈ શકે છે. નાસ્ત્રેદમસે 1555માં પોતાની કવિતાઓમાં 2019માં મોટા વૈશ્વિક સંઘર્ષો તરફ ઈશારો કર્યો છે. વ્યાખ્યાકારોના પ્રમાણે ત્યારે તેમની લખેલી પંક્તિઓમાં અમેરિકા અને ઉત્તર કોરિયા, અમેરિકા અને રશિયા વચ્ચે ત્રીજા વિશ્વ યુદ્ધના સંકેતો છુપાયેલા છે. કેટલાક લોકોએ અનુમાન લગાવ્યું છે કે ત્રીજા વિશ્વ યુદ્ધની સાથે આ સદીનું સૌથી મોટું આર્થિક સંકટ પણ આવશે.નાસ્ત્રેદમસની ભવિષ્યવાણી પ્રમાણે, ત્રીજું વિશ્વયુદ્ધ બે સુપરપાવર વચ્ચે થશે અને આ યુદ્ધ લગભગ 27 વર્ષો સુધી ચાલશે.
નાસ્ત્રેદમસની ભવિષ્યવાણી અનુસાર, ધરતીના વધતા તાપમાનના કારણે પીગળતા જતા ગ્લેશિયર અને ભારે વાવાઝોડાના કારણે 2019માં ધરતી પર ઉથલ પાથલ થતી રહેશે. જળવાયુ પરિવર્તનથી મોટા યુદ્ધ અને સંઘર્ષ થશે અને લોકો વચ્ચે વિવાદ વધતા જશે. 2019માં યૂરોપના કેટલાક દેશો ખતરનાક પૂરની ચપેટમાં આવી જશે. યૂરોપિય દેશો અને અમેરિકા ન માત્ર ઈમિગ્રેશનની સમસ્યાને લઈને પરેશાન થશે પરંતુ તેમના પર આતંકી હુમલાઓની પણ સંભાવના છે. પોતાની રણનીતિના કારણે ચીન દુનિયાનું નવું નેતા બની જશે.
નાસ્ત્રેદમસની ભવિષ્યવાણીના અનુસાર, મધ્યપૂર્વના દેશો અને દુનિયાના કેટલાક અન્ય ભાગોમાં ધર્મને લઈને લોકો આમને સામને આવી જશે. જેના કારણે અશાંતિ અને ગૃહયુદ્ધ થશે. લોકોએ પોતાનો દેશ છોડીને અન્ય દેશમા શરણ લેવા માટે મજબૂર થવું પડશે.
નાસ્ત્રેદમસે આ વર્ષે માનવતા પર પ્રહાર થવાની પણ ભવિષ્યવાણી કરી છે. તેમના પ્રમાણે, એક સૂર્યગ્રહણ સમયે ગરમીની સૌથી અંધારી રાત હશે. જ્યારે સૂર્ય પર સંપૂર્ણ રીતે ગ્રહણ લાગી જશે ત્યારે એક અવકાશિય પિંડ પડશે. આ રાક્ષસને દિવસના પ્રકાશમાં પણ જોઈ શકાશે. આ પંક્તિઓની વ્યાખ્યા કરનાર વિદ્વાનોનું કહેવું છે કે ધરતી પર આકાશમાંથી કોઈ પિંડ પડશે જેનાથી વિનાશ થશે. સાથે સાથે ન્યૂક્લિયર વૉર અને પ્રાકૃતિક આપત્તિઓની પણ આશંકા રહેશે.
નાસ્ત્રેદમસની ડરામણી ભવિષ્યવાણીઓ વચ્ચે એક સારી ખબર પણ છે. તેમના પ્રમાણે 2019માં સ્વાસ્થ્ય અને ચિકિસ્તાના ક્ષેત્રમાં પ્રગતિ થશે. જેના કારણે લોકોનું સરેરાશ આયુષ્ય વધી જશે. નાસ્ત્રેદમસની બુક પ્રોફસીઝ વાંચનારા લોકોનો દાવો છે કે લોકો 200 વર્ષો સુધી જીવી શકશે.