✕

કુહાડીના ઘાથી કૅપ્ટન સ્મિત મચ્છરના માથા અને હાથના બે ટુકડા થવાની સ્થિતિ સર્જાઈ હતી

02 October, 2026 09:22 AM IST  |  Dubai | Gujarati Mid-day Correspondent

flydubaiની કૉકપિટમાં પહોંચીને ઇઝરાયલી ડેન્ટિસ્ટે તેનો જીવ બચાવ્યો

અટૅક પછી ઘાયલ કૅપ્ટન સ્મિત મચ્છર.

દુબઈથી તેલ અવીવ જતી ફ્લાઇટની કૉકપિટમાં બુધવારે કો-પાઇલટે ઇમર્જન્સી માટે રાખવામાં આવતી અને ક્રૅશ ઍક્સ તરીકે ઓળખાતી નાનકડી કુહાડીના ઉપરાછાપરી ઘા ઝીંકતાં ભારતીય પાઇલટ કૅપ્ટન સ્મિત મચ્છર લોહીલુહાણ થઈને બેભાન થઈ ગયો હતો. વિમાનમાં સવાર એકમાત્ર ડૉક્ટર અને ઇઝરાયલી ડેન્ટિસ્ટ શોતા મુસાએવે એ થથરાવી દેનારી પળો વર્ણવતાં જણાવ્યું હતું કે કૅપ્ટનના માથું અને હાથ ચિરાઈ જવાથી જાણે બે ટુકડા થવાની અણી પર હતા.
ડૉક્ટર મુસાએવે કહ્યું હતું કે ‘બૂમો સાંભળીને અમે કૉકપિટમાં દોડી ગયા ત્યારે વધુ પડતું લોહી વહી જવાથી કૅપ્ટન મચ્છરનું બ્લડ-પ્રેશર ઘટી રહ્યું હતું. જોકે બેભાન થતાં પહેલાં પોતાની છેલ્લી તાકાત વાપરીને કૅપ્ટન મચ્છરે કૉકપિટનો દરવાજો ખોલી નાખ્યો હતો. આ દરમ્યાન પ્રવાસીઓએ હુમલાખોર ઓમાની કો-પાઇલટને દબોચીને હેડફોનના વાયર અને પ્લાસ્ટિકની ઝિપ ટાઇથી બાંધી દીધો હતો.’
ડૉક્ટર મુસાએવે વિમાનમાં જ લોહી વહેતું અટકાવીને કૅપ્ટનનો જીવ બચાવ્યો હતો.

international news world news dubai tel aviv