Thailand Sex Scandal: મહિલાએ અનેક સાધુઓ સાથે સેક્સ કર્યા બાદ તેમને બ્લેકમેલ કર્યા! ૧૦૦ કરોડ પડાવ્યા

17 July, 2025 09:13 AM IST  |  Thailand | Gujarati Mid-day Online Correspondent

Thailand Sex Scandal: મહિલાના ફોનમાંથી હજારો ફોટા અને વીડિયો મળી આવ્યા છે. ઘણી ચેટ પણ સામેલ છે. આ બધા જ પુરાવા કહે છે કે તેણે સાધુઓ સાથે સંબંધ બાંધ્યા હતા.

પ્રતીકાત્મક તસવીર

થાઈલેન્ડમાંથી મોટું સેક્સ કૌભાંડ (Thailand Sex Scandal) બહાર આવ્યું છે. એક મહિલાએ અનેકો સાધુઓ સાથે યૌન સંબંધો બાંધ્યા હતા. ત્યારબાદ તેઓને બ્લેકમેલ કર્યા હતા. આ આરોપસર આ મહિલાની ધરપકડ કરવામાં આવી છે. 

રિપોર્ટ પ્રમાણે આ સેક્સ કૌભાંડ (Thailand Sex Scandal)માં સામેલ ઓછામાં ઓછા નવ બૌદ્ધ સાધુઓ અને વરિષ્ઠ સાધુઓને સાધુ પદ પરથી પણ દૂર કરી દેવામાં આવ્યા છે. નોર્થ થાઇલેન્ડમાં એક બૌદ્ધ મંદિરના બેન્ક અકાઉન્ટમાંથી એક વરિષ્ઠ સાધુ દ્વારા પૈસા વિલાવન એમ્સાવતના બેન્ક અકાઉન્ટમાં જમા કરવામાં આવ્યા હતા. આશરે ૩૫ વર્ષની આ મહિલા વિલાવન એમ્સાવતની બેંગકોકના નોંગથાબુરી પ્રાંતમાં તેના ઘરેથી ધરપકડ કરવામાં આવી છે. તેની પર ગેરવસૂલી, મની લોન્ડરિંગ અને ચોરીનો સામાન મેળવવાના આરોપ છે. ધરપકડ કરવામાં આવી તેની પહેલાં વિલાવને બૌદ્ધ સાધુઓ સાથેના તેના સંબંધની કબૂલાત કરી હતી અને કહ્યું હતું કે તેણે બૌદ્ધ સાધુને પૈસા મોકલ્યા હતા. વિલાવને ધરપકડ બાદ કોઈ નિવેદન આપ્યું નથી. 

વિલાવન દ્વારા પૈસાની ઉઘરાણી કરવાના હેતુથી જાણીજોઈને સિનિયર સાધુઓને ફસાવવામાં આવ્યા હતા. આ સેક્સ સ્કેન્ડલ (Thailand Sex Scandal)માં પોલીસને જાણવા મળ્યું છે કે ઘણા સાધુઓએ પ્રેમ સંબંધ બાંધ્યા બાદ વિલાવનને મોટી રકમ ટ્રાન્સફર કરી હતી. છેલ્લાં ત્રણ વર્ષમાં વિલાવનના બેન્ક અકાઉન્ટમાં આ રીતે 1.19 મિલિયન ડોલર જમા થયા હતા. જોકે, આ જે રકમ આવી હતી તેમાંથી મોટેભાગે વિલાવને ઓનલાઇન જુગારની વેબસાઇટ્સ પર વાપરી કાઢી હતી. આ સમગ્ર કૌભાંડની તપાસ ગયા મહિને આરંભવામાં આવી હતી. બેંગકોકના એક પ્રખ્યાત બૌદ્ધ મંદિરના વરિષ્ઠ સાધુએ અચાનક પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું ત્યારબાદ જઈને આ સમગ્ર કૌભાંડ વિશે ખબર પડી હતી.

અહેવાલો તો એવું પણ સૂચવે છે કે વિલાવને એક બૌદ્ધ સાધુને જણાવ્યું હતું કે તે પોતે પ્રેગ્નન્ટ છે અને તેને 7.2 મિલિયનની જરૂર છે. વિલાવનના ફોનમાંથી હજારો ફોટા અને વીડિયો મળી આવ્યા છે. તે જ સમયે તેમાં ઘણી ચેટ પણ સામેલ છે. આ બધા જ પુરાવા કહે છે કે તેણે સાધુઓ સાથે સંબંધ બાંધ્યા હતા.

થાઇલેન્ડના કાર્યકારી વડા પ્રધાન ફુમથમ વેચાચાઇએ આ કૌભાંડ (Thailand Sex Scandal) સામે આવ્યા બાદ સાધુઓના નિયમો અને મંદિરની નાણાકીય બાબતોની સમીક્ષાનો આદેશ આપ્યો છે. જોકે, વિલાવને ધરપકડ બાદથી મૌન સેવ્યું છે.

આ કૌભાંડ બહાર આવતાં જ લોકોમાં રોષ ફેલાયો છે. મંદિરના પરિસરમાં ચહલપહલ વધી છે. નવ મઠાધિપતિઓ અને વરિષ્ઠ સાધુઓને તેમના સાધુતાના પડ પરથી હટાવી કાઢવામાં આવ્યા છે. પોલીસ જણાવે છે કે આ મામલે તપાસ શરૂ છે. વધુ નામો સામે આવી શકે છે.

international news world news thailand sexual crime Crime News