ટીચરે 15 વર્ષના વિદ્યાર્થી સાથે ખેતરમાં સેક્સ કર્યું

02 September, 2020 09:33 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

ટીચરે 15 વર્ષના વિદ્યાર્થી સાથે ખેતરમાં સેક્સ કર્યું

કેનડીસ બાર્બર

એક પરિણીત ટીચરે 15 વર્ષના વિદ્યાર્થી સાથે ખેતરમાં સેક્સ કર્યું અને ટોપલેસ ફોટોઝ સ્નેપચેટમાં મોકલ્યા હતા, આ ફોટોઝ અન્ય ક્લાસમેટ્સને પણ પાસ થયા હતા.

કેનડીસ બાર્બર (35)એ આ તેના વિદ્યાર્થીને કહ્યું કે તે પ્રેગનેન્ટ થઈ છે અને તેના બાળકની માતા બનવાની છે. તેમ જ આ વિશે કોઈને પણ ન કહેવાની ધમકી આપી હતી.

એક સ્પોર્ટ્સ એવોર્ડ કાર્યક્રમમાં કેનડીસ આ વિદ્યાર્થીને મળી હતી, તેને સ્નેપચેટ મેસેન્જરમાં એડ કરીને પૂછ્યું કે શું તે એકલામાં મળશે કે નહીં. કેનડીસે આ વિદ્યાર્થીને પોતાની કારમાં બેસાડીને એક ખેતરમાં લઈ ગઈ જ્યાં બંનેએ સેક્સ કર્યું હતું. ત્યારબાદ કેનડીસે આ છોકરાને પોતાના ટોપલેસ ફોટોઝ પણ શૅર કર્યા હતા.

અન્ય ક્લાસમેટ્સને આ ફોટો મળ્યા હતા. જોકે કોર્ટમાં કેનડીસના વકીલે કહ્યું કે, તેનું સ્નેપચેટ અકાઉન્ટ હેક થયુ હશે. પરંતુ મુકદમો આગળ ચાલતા જણાયુ કે ટીચરે જ આ વિદ્યાર્થી સાથે સંબંધ બાંધવા પહેલો પ્રયાસ કર્યો હતો.

કાયદાના હિસાબે શિક્ષકો 18 વર્ષથી ઓછી ઉંમરના વિદ્યાર્થીઓ સાથે જાતિય સંબંધ રાખી શકે નહીં. વિદ્યાર્થીએ કહ્યું કે, તે અને ટીચર મહિનાઓ સુધી ચેટ કરતા હતા પરંતુ સ્કૂલ સ્ટાફને અફેરનું ખબર પડતાં તેમણે ચેટિંગ બંધ કર્યું હતું. તેણે હેડમાસ્ટરને કહ્યું કે તેના બાર્બર સાથે જાતિય સંબંધ નથી.

ચાઈલ્ડ એબ્યુસ ટીમના એક મેમ્બર સાથે વાત કરતા આ વિદ્યાર્થીએ કહ્યું કે, હું બધાને ખોટુ બોલ્યો કારણ કે ટીચરે મને કહ્યું કે તે પ્રેગ્નેન્ટ છે. હું પેનિક હતો. મારા મિત્રો સિવાય મે બધાને ખોટુ કીધુ હતું. ટીચરે મને કહ્યું હતું કે તે મને છોડશે નહીં. મે સામે પૂછ્યું કે શું તમે મારા ઉપર રેપનો આરોપ મૂકશો, તો તેણે કઈ કહ્યું નહી જેથી મને ગુસ્સો આવ્યો હતો. આ ઘટના બાદ મે તેમની સાથે વાત કરવાનું બંધ કરી દીધું હતું.

ટીચર ઉપર મુકદમો ચાલતા તેણે સ્પષ્ટતા આપી કે તેનો પતિ સાથે ખરાબ સમય ચાલતો હતો. પ્રેગ્નેન્સી વખતે બાળકને પણ ગુમાવ્યું હતું. ચાઈલ્ડ માટે ફરી પ્રયત્ન કર્યો પરંતુ સફળતા ન મળી. આવા સમયમાં હું આ છોકરાથી આકર્ષાઈ હતી અને તેની સાથે વાતચીત કરતી હતી.

આ કેસમાં સુનાવણી હજી ચાલુ છે.

international news