તાલિબાને ભૂલથી `દુશ્મન`ને મોટી રકમ ટ્રાન્સફર કરી, પરત કરવાનો ઇનકાર કર્યો

21 December, 2021 07:31 PM IST  |  Kabul | Gujarati Mid-day Online Correspondent

દુશાન્બે સ્થિત ન્યૂઝ વેબસાઈટ અવેસ્ટાએ થોડા દિવસો પહેલા અહેવાલ આપ્યો હતો કે તજાકિસ્તાનમાં અફઘાન દૂતાવાસના ખાતામાં તાલિબાને લગભગ $8 મિલિયન (રૂા. 6 કરોડથી વધુ) મોકલ્યા હતા. જોકે, આ કરવાનું ન હતું.

પ્રતીકાત્મક તસવીર

દુકાળમાં અધિક માસ... આ કહેવત તો તમે સાંભળી જ હશે, પરંતુ આજે તાલિબાનો સાથે આવું થતું જોવા મળી રહ્યું છે. વાસ્તવમાં, તજાકિસ્તાનમાં તેમના દૂતાવાસના ખાતામાં તાલિબાને ભૂલથી પૈસા ટ્રાન્સફર કરી દીધા હતા, પરંતુ હવે તજાકિસ્તાન આ પૈસા પરત કરવાનો ઇનકાર કરી રહ્યું છે. તમને જણાવી દઈએ કે તજાકિસ્તાન તાલિબાનનું સખત ટીકાકાર છે.

દુશાન્બે સ્થિત ન્યૂઝ વેબસાઈટ અવેસ્ટાએ થોડા દિવસો પહેલા અહેવાલ આપ્યો હતો કે તજાકિસ્તાનમાં અફઘાન દૂતાવાસના ખાતામાં તાલિબાને લગભગ $8 મિલિયન (રૂા. 6 કરોડથી વધુ) મોકલ્યા હતા. જોકે, આ કરવાનું ન હતું. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ પૈસા અફઘાનિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ અશરફ ગનીની સરકાર દ્વારા ટ્રાન્સફર કરવાના હતા. આ નાણાંનો ઉપયોગ તજાકિસ્તાનમાં શરણાર્થી બાળકો માટે એક શાળાને નાણાં આપવા માટે કરવાનો હતો. જોકે, જ્યારે તાલિબાને અફઘાનિસ્તાન પર કબજો કર્યો અને ગની દેશ છોડીને ભાગી ગયા હતા, ત્યારે સોદો નિષ્ફળ ગયો હતો.

થોડા અઠવાડિયા પછી સપ્ટેમ્બરમાં નાણાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા, પરંતુ કેટલાક અહેવાલો અનુસાર, માત્ર $400,000 ચૂકવવામાં આવ્યા છે. તે સમયે તાલિબાન દ્વારા પણ કંઈ કહેવામાં આવ્યું ન હતું. જોકે, નવેમ્બરના સમય સુધીમાં, અફઘાનિસ્તાનની અર્થવ્યવસ્થા સંપૂર્ણપણે પડી ભાંગી અને પછી તાલિબાને તજાકિસ્તાનની સરકારનો સંપર્ક કર્યો અને રકમ પરત આપવા કહ્યું હતું, પરંતુ તજાકિસ્તાનના સત્તાવાળાઓએ તેને સ્વીકારવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો હતો.

જો મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો, તજાકિસ્તાનનું કહેવું છે કે તેણે શાળાનું નિર્માણ કરાવ્યું નથી, પરંતુ ચાર મહિનાથી શિક્ષકો અને દૂતાવાસના કર્મચારીઓ આ ફંડમાંથી તેમનો પગાર લઈ રહ્યા છે. તમામ નાણાં દૂતાવાસ અને અફઘાનિસ્તાનના નાગરિકોની જરૂરિયાતો પર ખર્ચવામાં આવી રહ્યા છે.

તાજિકિસ્તાન સરકાર સત્તાવાર રીતે તાલિબાનને આતંકવાદી સંગઠન તરીકે ગણે છે, તેથી હવે પૈસા પરત કરવા લગભગ અશક્ય માનવામાં આવે છે.

international news taliban