અમેરિકામાં છ વર્ષના સ્ટુડન્ટે ટીચર પર ફાયરિંગ કર્યું

08 January, 2023 08:47 AM IST  |  Washington | Gujarati Mid-day Correspondent

આ ટીચર અને સ્ટુડન્ટની વચ્ચે બોલાચાલી થઈ હતી

પ્રતીકાત્મક તસવીર

વૉશિંગ્ટનઃ અમેરિકામાં ગન કલ્ચરનો વધુ એક ભયાનક કિસ્સો બહાર આવ્યો છે. વર્જિનિયા સ્ટેટના સિટી ન્યુપોર્ટ ન્યુઝાંમાં શુક્રવારે એક સ્કૂલમાં છ વર્ષના એક બાળકે તેની ટીચરને ગોળી મારી હતી. પોલીસ ચીફ સ્ટીવ ડ્રુએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ‘રિચનેક એલિમેન્ટરી સ્કૂલનો છ વર્ષનો આ સ્ટુડન્ટ અત્યારે પોલીસ-કસ્ટડીમાં છે. ક્લાસરૂમમાં એક ફીમેલ ટીચરને ગોળી મારવામાં આવી હતી. આ અકસ્માતે થયેલો ગોળીબાર નહોતો. આ ટીચર અને સ્ટુડન્ટની વચ્ચે બોલાચાલી થઈ હતી. સ્ટુડન્ટની પાસે હથિયાર હતું અને તેણે એક રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. બીજા કોઈ સ્ટુડન્ટ્સની આ ઘટનામાં સંડોવણી નથી. અમે જાણવા માગીએ છીએ કે હથિયાર તેની પાસે ક્યાંથી આવ્યું હતું અને કયા સંજોગોમાં સ્ટુડન્ટે ગોળીબાર કર્યો હતો.’

international news united states of america Crime News